News of Thursday, 26th February 2026
માત્ર ૧૦ ટકા ફી ચૂકવી પેન્ડિંગ રિટર્ન અને બેલેન્સશીટ ફાઈલ કરી દો
ROCએ કંપનીઓ માટે એક ટાઈમની માફી યોજના જાહેર કરી : વિલંબ માટે રોજના ૧૦૦ રૂપિયાના દરે વધતી ફીને બદલે માત્ર ૧૦ ટકા ફી ભરી છૂટકારો મેળવવાની તક આપી

મુંબઇ તા.૨૬: રજિસ્ટ્રાર ઓફ કંપનીએ દેશની તમામ કંપનીઓને જૂના પેન્ડિંગ એન્યુઅલ રિટર્ન અને પેન્ડિંગ બેલેન્સશીટના રિટર્ન ફાઈલ કરી દેવાની કંપનીઓને તક આપવા માટે કંપનીઝ કોમ્પ્લાયન્સ ફેસિલિટેશન સ્કીમની જાહેરાત કરી છે. ચોવીસમી ફેબ્રુઆરીએ આ સંદર્ભમાં એક પરિપત્ર બહાર પાડયો છે. પંદરમી એપ્રિલથી આ યોજનાનો અમલ થશે અને ૧૫મી જુલાઈ સુધીમાં કંપનીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. વાર્ષિક રિટન અને વાર્ષિક બેલેન્સશીટ ફાઈલ કરવાના બાકી હોવાથી કંપનીઓને સમયે સમયે નોટિસ મળ્યા જ કરે છે.
બેલેન્સશીટના રિટર્ન અને વાર્ષિક રિટર્ન ફાઈલ ન કરનારાઓને સામાન્ય રીતે વિલંબના દિવસ માટે રોજના રૂા. ૧૦૦ના દરથી પેનલ્ટી ચાર્જ કરવામાં આવે છે. પરિણામે વરસો સુધી રિટર્ન ફાઈલ ન કરી શકનારાઓને લાખોમાં દંડ ભરવાની નોબત આવી જાય છે. આ સંજોગોમાં તેમના રિટર્ન પેનિગ બોલ્યા જ કરે છે. તેમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે ફોર્મ એઓસી -૪ અને એમજીટી ૭ કે ૭એ ભરવા પડશે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સે જાહેર કરેલી યોજના હેઠળ લેટ ફીની અત્યાર સુધીની ભરવાની થતી રકમના માત્ર ૧૦ ટકા ભરીને જૂના પેનિંગ રિટર્ન અને પેન્ડિંગ બેલેન્સશીટના વિવાદમાંથી કંપનીઓ મુક્તિ મેળવી શકે છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના જાણકાર કંપની સેક્રેટરીનું કહેવું છે કે આ સ્કીમ હેઠળ કંપનીઓને તેમની કંપનીને નિષ્ક્રિય-સુષુપ્ત કે ડોરમન્ટ કંપનીના સ્ટેટસમાં લઈ જવાની છૂટ મળશે. પરંતુ તેને માટે પેન્ડિંગ ફીની ૫૦ ટકા રકમ જમા કરાવવી પડશે. આ જ રીતે કરાવી દેવાનો વિકલ્પ પણ તેમને ચેલિગ એની. માણ રૂપ ટકા લાભફી લેનારાઓ સામે પેનલ્ટીની પ્રોસિડિગ્સ કરવામાં નહિ આવે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
