News of Thursday, 26th February 2026
આવકવેરામાં કપાત માટે ભાડૂઆત અને મકાન માલિકના સંબંધનો ખુલાસો ફરજિયાત બનશે

નવી દિલ્હી તા.૨૬: સરકારે આવકવેરા ફોર્મનો ડ્રાફટ બહાર પાડ્યો છે. આ નવા ફોર્મમાં આવકવેરા કપાતનો દાવો કરવા માટે ભાડૂઆત-મકાનમાલિક વચ્ચેના સંબંધનો ખુલાસો કરવા પડશે. આનો હેતુ ઘરભાડા ભથ્થુ (HRA)ના ખોટા દાવા પર લગામ આવશે. નવા ફોર્મમાં ઓડિટરો અને કંપનીઓની જવાબદારીમાં પણ વધારો કરાયો છે.
ડ્રાફટ ફોર્મમાં ઓડિટર્સને પ્રતિકૂળ ઓડિટ અવલોકનથી ઊભી થતી ટેક્સ જવાબદારી તથા ભ્ખ્ફ ડુપ્લિકેશનનું ચેકિગ કરવાની વધુ જવાબદારી આપવાની દરખાસ્ત છે. નવો ઇનકમ ટેક્સ એક્ટ, ૨૦૨૫ આગામી પહેલી એપ્રિલથી અમલી બની રહ્યો છે ત્યારે સરકારે આ નવા ફોર્મનો મુસદ્દો જારી કર્યો છે. સરકારે નિયમો અને ફોર્મના મુસદ્દાને જાહેર કરીને સંબંધિત પક્ષકારો પાસેથી અભિપ્રાય પણ માંગ્યા છે. અંતિમ નિયમો અને ફોર્મ આગામી મહિને નોટિફાઈ કરાશે. નવા ફોર્મ ૧૨૪માં ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચેના સંબંધ, જો કોઈ હોય, તો તેનો ખુલાસો જરૂરી છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
