હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘ભારતે ઇઝરાયલને માન્યતા આપી એ દિવસે મારો જન્મ થયો'
ઇઝરાયલની સંસદ નેસેટમાં PM મોદીનું ઐતિહાસિક સંબોધન...

તેલ અવિવ તા.૨૬: ભારતના વડાપ્રધાન બીજી વાર ઇઝરાયલની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ ઇઝરાયલની સંસદ ‘નેસેટ'માં સાંસદોને સંબોધન આપ્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત-ઇઝરાયલ સંબંધોને ઐતિહાસિક અને વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ગણાવ્યા. ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ ભારતના લોકો વતી ઇઝરાયલના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. વડાપ્રધાન મોદીએ ઇઝરાયલને સમર્થન આપતા ઇઝરાયલી સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવ્યા હતાં. વડાપ્રધાન મોદીએ કહ્યું હું એ દિવસે જ પેદા થયો જે દિવસે ભારતે ઇઝરાયલને માન્યતા આપી હતી.
વડાપ્રધાન મોદીએ ઇઝરાયલી સંસદમાં કહ્યું, ૭ ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા અમાનવીય આતંકવાદી હુમલામાં જે લોકોના પરિવાર વિખેરાઈ ગયા અને જેમની દુનિયા ભાંગી પડી, તેમના પ્રત્યે ભારતના લોકો વતી હું સંવેદના વ્યક્ત કરું છું. અમે ઇઝરાયલના લોકોની પીડા અનુભવી શકીએ છીએ, અમે તમારા દુઃખમાં સહભાગી છીએ. ભારત અત્યારે અને ભવિષ્યમાં પણ સંપૂર્ણ વિશ્વાસ સાથે ઇઝરાયલ સાથે મજબૂતીથી ઊભું છે,
વડાપ્રધાન મોદીએ કહ્યું, શાંતિનો માર્ગ મુશ્કેલ હોય છે, આ પ્રદેશમાં શાંતિ લાવવા માટે ભારત ઇઝરાયેલને ટેકો આપશે. ભારત ઇઝરાયલની સાહસ માટે ખૂબ માન ધરાવે છે.
સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮નાં રોજ થયેલા આંતંકવાદી હહુમલાને પણ યાદ કર્યો, વડાપ્રધાન મોદીએ કહ્યું, અમે ૨૬/૧૧ ના મુંબઈ હુમલાને યાદ કરીએ છીએ, આ હુમલામાં ઇઝરાયલી નાગરિકો સહિત જીવ ગુમાવ્યા એ તમામ નિર્દોષ નાગરીકોને યાદ કરીએ છીએ. ઇઝરાયલની જેમ અમે પણ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, જેમાં કોઈ બેવડા ધોરણો નથી.
વડાપ્રધાન મોદીએ વિવિધ ક્ષેત્રોમાં ઇઝરાયલ સાથે ભારતના સંબંધો વધુ વિકસાવવા અને મજબુત કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વડાપ્રધાન મોદીએ ખાસ કરીને બંને દેશો મજબૂત સંરક્ષણ ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વૈશ્વિક અનિヘતિતા વાળા વાતાવરણમાં ભારત અને ઇઝરાયલ વિશ્વસનીય ભાગીદારો બન્યા છે. પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા સુનિヘતિ કરવા બંને રાષ્ટ્રો માટે આ સહયોગ જરૂરી છે.
વડાપ્રધાન મોદીએ બંને દેશોના આર્થિક અને ટેકનોલોજીકલ સહયોગ અંગે પણ વાત કરી. વડાપ્રધાન મોદીએ ઇઝરાયલને સ્ટાર્ટઅપ નેશન ગણાવ્યું. વડાપ્રધાન મોદીએ ઇઝરાયલના કૃષિ ઉદ્યોગના ભરપુર વખાણ કર્યા. વડાપ્રધાને કહ્યું કે ઇઝરાયલના સમર્થનથી ભારતના ખેડૂતો માટે તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
