<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

બે મહિનાનું બાળક રડી રહ્યું હતું : માએ જીવતુંસળગાવી દીધું

જે બર્બરતાથી દીકરાને મોતને હવાલે કર્યો એ તો કોઈ દાનવ પણ ન કરી શકે : માએ તેના મોંમાં કપડું ઠૂંસ્‍યું, આંખે પટ્ટી બાંધી અને ચૂલામાં નાખીને જીવતું સળગાવી દીધું

હૈદરાબાદ, તા.૨૬: હૈદરાબાદના બોવરામપેટમાં મમતા નામની એક મહિલાએ પોતાના જ બે મહિનાના દીકરા સાથે જે કર્યું એ કદાચ કોઈ દુશ્‍મન પણ ન કરી શકે. મહિલાનું નામ મમતા છે, પણ તેનામાં માની મમતા તો નથી જ પણ માનવતા પણ નહોતી. કોઈ મા કઈ રીતે પોતાના પેટના જણ્‍યા સંતાનને મારી નાખી શકે? મારી શકે એ તો ઠીક, પણ જે બર્બરતાથી મમતાએ પોતાના દીકરાને મોતને હવાલે કર્યો એ તો કોઈ દાનવ પણ ન કરી શકે. વાત એમ હતી કે નવજાત બાળક સતત રડ્‍યા કરતું હતું. બાળકનો પિતા નાઇટ ડ્‍યુટીએ જતો હતો. આખી રાત બાળકે માને સૂવા ન દેતાં આખરે મમતા એટલી ગુસ્‍સે ભરાઈ કે તેણે દીકરાને ચૂપ કરાવવા માટે આત્‍યંતિક પગલું લઈ લીધું. સવારે ઊઠીને ચૂલો સળગાવી રહી હતી એ વખતે બાળકની કાગારોળ સહન ન થવાથી મહિલાએ બાળકના મોંમાં કપડું ઠૂંસ્‍યું અને આંખો પર પટ્ટી બાંધી દીધી અને જે ચૂલા પર પાણી ગરમ કરવાનું હતું એમાં જ ફેંકી દીધું. સવારે પિતા રાજેન્‍દ્ર ઘરે આવ્‍યો ત્‍યારે દીકરાને ચૂલામાં તરફડતો જોઈને તે હચમચી ગયો. તરત તેણે બાળકને આગમાંથી કાઢયું, પરંતુ ત્‍યાં સુધીમાં બાળક દમ તોડી ચૂકયું હતું.? મમતા અને રાજેન્‍દ્ર મૂળ મધ્‍ય પ્રદેશનાં છે અને મજૂરી કામ માટે હૈદરાબાદ રહેતાં હતાં. રાજેન્‍દ્ર એક અપાર્ટમેન્‍ટમાં નાઇટ વૉચમૅનનું કામ કરતો હતો. જ્‍યારે પોલીસને આ ઘટનાની ખબર પડી અને તેમણે બાળકનું ક્ષતવિક્ષત શરીર જોયું ત્‍યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી હતી અને તેમનું કહેવું છે કે કદાચ મહિલા ડિલિવરી પછીના ડિપ્રેશનમાં હશે.

(3:07 PM IST)