હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અલ નીનોની ભયાનક અસર? આ વર્ષે ભારતમાં નબળા ચોમાસાની ભીતિ : ૨૦૨૩ જેવી સ્થિતિ સર્જાઈ શકે
પ્રશાંત મહાસાગરમાં વધતી ખારાશની સીધી અસર ભારતીય વરસાદ પર, દુષ્કાળનો ૬૦% ખતરો : હવામાનમાં મોટો ફેરફાર : પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીને પાર જશે

નવી દિલ્હી/અમદાવાદ, તા.૨૬ : ભારતીય હવામાન વિભાગ (IMD) અને તાજેતરના વૈજ્ઞાનિક સંશોધનો મુજબ, આ વર્ષે ભારતમાં ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. પ્રશાંત મહાસાગરમાં ‘અલ નીનો' સક્રિય થવાને કારણે વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે, જે ૨૦૨૩ જેવી ચિતાજનક સ્થિતિ ઊભી કરી શકે છે.
સમુદ્રમાં ખારાશ અને અલ નીનો
જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, પ્રશાંત મહાસાગરમાં મીઠા (ખારાશ)ના બદલાતા પેટર્નને કારણે અલ નીનોની તીવ્રતા ૨૦%ા સુધી વધી શકે છે. આ ફેરફારને લીધે ભારતમાં ચોમાસું મોડું પડવા અથવા ઓછો વરસાદ પડવાની ૬૦% સંભાવના છે.
જ્જ શિયાળાની અનિયમિતતા : આ વર્ષે શિયાળો પણ પ્રભાવિત રહ્યો છે. વર્ષ ૨૦૨૬માં ફેબ્રુઆરી મહિનામાં કોઈ શીત લહેર જોવા મળી નથી અને છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર શિયાળો વહેલો પૂરો થયો છે.
જ્જ હિમવર્ષા અને વધતું તાપમાન : આગામી દિવસોમાં પヘમિી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાને કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં આજે ૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ દરમિયાન હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તેની સામે દિલ્હી- એનસીઆર, રાજસ્થાન અને ઉત્તર-પヘમિ ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન ૩ થી ૪ ડિગ્રી વધીને ૩૦-૩૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.
કૃષિ અને જળ સંકટ પર અસર
જો અલ નીનોની અસર વધશે તો દેશમાં પીવાના પાણીની અછત અને ખેતીના પાક પર માઠી અસર પડી શકે છે. અગાઉ ૨૦૧૮ અને ૨૦૨૩માં પણ અલ નીનોને કારણે ભારતના અનેક ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વૈજ્ઞાનિકો આ નવી કુદરતી પડકાર સામે અત્યારથી જ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
