<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

વિશ્વ ના અનેક દેશોની સંસદમાં ૧૯ વખત સંબોધન કરતા વડાપ્રધાન મોદી

અમેરિકા, ઓસ્‍ટ્રેલિયા, યુકે, શ્રીલંકા, ભૂટાન સહિત અનેક દેશોની સંસદ માં સંબોધનઃ અમેરિકન કોંગ્રેસ માં બે વખત સંબોધન કર્યું: મનમોહનસિંઘ ૭, ઇન્‍દિરા ગાંધી એ ૪, નહેરુજી ૩ , રાજીવ ગાંધીએ ૨ અને નરસિંહરાવ એ ૧ વખત સંસદ માં સંબોધન માં કર્યું હતું સૌથી વધુ વખત વિદેશી સંસદોને સંબોધન કરનાર ભારતીય વડાપ્રધાન

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી હાલ ઇઝરાયલના પ્રવાસે છે અને તેમણે ગઈકાલે ઇઝરાયલ ની સંસદને સંબોધી આ સાથે નરેન્‍દ્રભાઇ તેમનો જ રેકોર્ડ તોડી રહ્યા છે.

           ૨૦૧૪ માં નરેન્‍દ્ર ભાઈ દેશના વડાપ્રધાન બન્‍યા ત્‍યાર થી લઈ ગઈકાલ સુધીમાં તેમણે ૧૯ વખત વિશ્વ ના કેટલાય દેશો ની સંસદ ને સંબોધી નવો કીર્તિમાન સ્‍થાપિત કર્યો છે. નરેન્‍દ્રભાઇ મોદીએ એ ૨૦૧૪ થી કરેલા સંબોધન ને જોઈએ તો, અમેરિકન કોંગ્રેસ, બ્રિટિશ પાર્લામેન્‍ટ, ઓસ્‍ટ્રેલિયન પાર્લામેન્‍ટ,  કેનેડિયન પાર્લામેન્‍ટ, જાપાનની ડાયટ, જર્મન બુંડેસ્‍ટાગ, ફ્રાન્‍સની નેશનલ એસેમ્‍બલી, ઇઝરાયેલની ક્રેસેટ, નેપાળની સંસદ, બાંગ્‍લાદેશની સંસદ, શ્રીલંકાની સંસદ, યુગાંડા પાર્લામેન્‍ટનો સમાવેશ થાય છે.

જો વર્ષ અનુસાર જોઈએ તો વર્ષ ૨૦૧૪ માં ઓસ્‍ટ્રેલિયા, ફીજી, ભૂટાન અને નેપાળ, વર્ષ ૨૦૧૫ માં મોરેશિયસ, મંગોલિયા, અફઘાનિસ્‍તાન, યુકે, અને શ્રીલંકા, વર્ષ ૨૦૧૬ માં અમેરિકા કોંગ્રેસ સંયુક્‍ત સત્ર , વર્ષ ૨૦૧૮ માં યુગાન્‍ડા, વર્ષ ૨૦૧૯ માં માલદીવસ, વર્ષ ૨૦૨૩ માં અમેરિકા, વર્ષ ૨૦૨૪ માં ગયાના, વર્ષ ૨૦૨૫ માં ધાના, ત્રિનિતાડ અને ટોબેગો, નામિબિયા અને ઈથીયોપિયા અને હાલ ના વર્ષ ૨૦૨૬ ના આરંભ ઇઝરાયલ થી કર્યો છે એમ અત્‍યાર સુધીમાં કુલ ૧૯ વખત આ બહુમાન મોદી ને મળ્‍યું છે, એમાં પણ ગઈકાલે તો ઇઝરાયલ ના વડાપ્રધાન એ ભરી સંસદ માં કહ્યું કે મોદી માત્ર મારા મિત્ર નહિ ભાઈ છે..!!! સમગ્ર વિશ્વ જ્‍યારે મોદી ની આ મુલાકાત ઉપર નજર રાખી રહ્યું હોય અને ત્‍યારે આવું બહુમાન...!!, ખરેખર ભારતીયો માટે ગર્વ ની વાત જ ગણાય, આને મોદી ની કુશળ રાજનીતિ નહીં તો બીજું શું કહેશો....?

 અત્રે ઉલ્લેખનીય છે કે આ એજ મોદી છે જ્‍યારે તેવો ગુજરાત ના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે અમેરિકા એ વિઝા આપવાની ના પાડી દીધી હતી અને આ એ જ મોદી છે જેમણે અન્‍ય દેશો ઉપરાંત અમેરિકા માં કુલ બે વખત સાંસદ સંબોધી છે... કદાચ એટલે જ કહેવાય છે કે  ‘‘મોદી હૈ તો મુમકીન હૈ''...

(3:54 PM IST)