હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 26th February 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર 'બ્રેક': પીયૂષ ગોયલની હાઈ-પ્રોફાઈલ મુલાકાતથી ટેરિફના વિવાદો વચ્ચે આર્થિક મિત્રતાનો નવો અધ્યાય શરૂ
......ટ્રમ્પ સરકારના 15% વૈશ્વિક ટેરિફ અને કાનૂની ગૂંચવણો વચ્ચે પીયૂષ ગોયલે હોવર્ડ લુટનિક અને સર્જિયો ગોર સાથે વ્યૂહાત્મક બેઠક યોજી : વચગાળાના વેપાર કરારને આખરી ઓપ આપી રોકાણકારો માટે સ્થિરતા લાવવાનો માર્ગ મોકળો કર્યો.

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી આ બેઠકનો મુખ્ય એજન્ડા ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારને વહેલી તકે પૂર્ણ કરવાનો છે. ખાસ કરીને રશિયન તેલની ખરીદીને કારણે ભારત પર લદાયેલા ભારે ટેરિફ અને તાજેતરના 18% ટેરિફ ઘટાડાના નિર્ણય બાદ, બંને દેશો હવે કાયદાકીય મુસદ્દાને આખરી ઓપ આપી રહ્યા છે. ભારત ઈચ્છે છે કે વેપારના અવરોધો દૂર થાય અને અમેરિકી રોકાણકારો માટે ભારતીય બજાર વધુ સુરક્ષિત અને સ્થિર બને. આ કરાર માત્ર આયાત-નિકાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ઉર્જા, ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે નવા રોકાણો માટેના દ્વાર ખોલવાની પણ વાત છે.
આગામી દિવસોમાં આ મંત્રણાના પરિણામો ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળી શકે છે. યુએસ કોંગ્રેસની મંજૂરી અને કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર થવાની પૂરેપૂરી સંભાવના છે. જો આ 'મેગા ડીલ' સફળ રહેશે, તો તે દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત કરશે અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેના સંબંધોમાં એક નવી ઉર્જા ફૂંકશે. બંને દેશોની ટીમો હવે ચોવીસે કલાક આ કાનૂની દસ્તાવેજોની સમીક્ષા કરી રહી છે જેથી ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકાય.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
