<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

BSNL નો 'સુપરસ્ટ્રોક': આંખના પલકારે ડાઉનલોડ થશે આખી મૂવી : ફ્રી OTT સાથે સરકારી કંપનીએ પ્રાઈવેટ પ્લેયર્સની ઊંઘ ઉડાડી

માત્ર ₹799 માં 200Mbps ની સુપરફાસ્ટ સ્પીડ અને 5000GB ડેટાનો મહાસાગર: 31 માર્ચ, 2026 સુધીની ખાસ ઓફરમાં 20% વધારાના ડિસ્કાઉન્ટ સાથે મનોરંજનનો જલસો

અમદાવાદ:  ટેલિકોમ માર્કેટમાં ખાનગી કંપનીઓના દબદબા વચ્ચે ભારત સંચાર નિગમ લિમિટેડ એ એક એવી 'માસ્ટરબ્લાસ્ટર' ઓફર રજૂ કરી છે, જેણે યુઝર્સને ખુશ કરી દીધા છે. જો તમે હાઈ-સ્પીડ ઇન્ટરનેટ અને મફત મનોરંજનના શોખીન છો, તો BSNL હવે તેના ₹999 ના લોકપ્રિય બ્રોડબેન્ડ પ્લાનને ખાસ ડિસ્કાઉન્ટ સાથે માત્ર ₹799 માં ઓફર કરી રહી છે. આ પ્લાન હેઠળ યુઝર્સને 200Mbps ની સ્પીડ મળશે, જેનો અર્થ છે કે હવે હાઈ-ડેફિનેશન મૂવી કે ભારે વિડિયો ફાઈલો સેકન્ડોમાં ડાઉનલોડ થઈ જશે. 31 માર્ચ, 2026 સુધી માન્ય આ ઓફરમાં યુઝર્સને માત્ર ડેટા જ નહીં, પરંતુ પ્રીમિયમ OTT એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ તદ્દન મફત મળી રહ્યું છે.

BSNL એ આ ઓફરને વધુ આકર્ષક બનાવવા માટે 'લોયલ્ટી ડિસ્કાઉન્ટ'નો તડકો પણ માર્યો છે. જો કોઈ ગ્રાહક 12 મહિનાનું એડવાન્સ પેમેન્ટ કરે છે, તો તેને કુલ બિલ પર વધારાનું 20% ડિસ્કાઉન્ટ મળશે, જે લાંબા ગાળે ખિસ્સા પરનો બોજ નોંધપાત્ર રીતે ઘટાડશે. આ પ્લાનમાં 5000GB જેટલો તોતિંગ ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા પણ સામેલ છે. સૌથી મોટી સુવિધા એ છે કે પ્લાન અપગ્રેડ કરવા માટે હવે ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી; યુઝર્સ માત્ર WhatsApp પર 'Hi' લખીને 1800 4444 નંબર દ્વારા મિનિટોમાં પોતાની સુવિધા વધારી શકે છે.

બ્રોડબેન્ડની સાથે BSNL એ પ્રીપેડ ગ્રાહકો માટે પણ ₹2799 નો વાર્ષિક પ્લાન લોન્ચ કરીને ધમાકો કર્યો છે. જે યુઝર્સ વારંવાર રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ ઈચ્છે છે, તેમના માટે આ પ્લાન શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટા, 100 SMS અને આખું વર્ષ અનલિમિટેડ કોલિંગ મળે છે. સરકારી કંપનીની આ આક્રમક રણનીતિને કારણે હવે જિયો અને એરટેલ જેવી કંપનીઓએ પણ પોતાના દરો પર વિચાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો તમે પણ સસ્તા દરે સુપરફાસ્ટ ઇન્ટરનેટ અને મફત મુવીઝનો આનંદ લેવા માંગતા હોવ, તો 31 માર્ચ પહેલા આ ઓફરનો લાભ લેવો તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

 

(6:54 PM IST)