<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

અજિત પવારના નિધન બાદ પત્ની સુનેત્રા પવાર બન્યા રાષ્ટ્રીય અધ્યક્ષ : પક્ષની કમાન સંભાળતા જ ભાવુક દ્રશ્યો સર્જાયા

રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પ્રફુલ પટેલના પ્રસ્તાવને સર્વાનુમતે મળી મંજૂરી : બારામતીથી દિલ્હી સુધી રાજકીય ગરમાવો.

મુંબઈ:  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સ્વ. અજિત પવારના

સુનેત્રા પવાર માત્ર એક રાજકીય પત્ની નથી, પરંતુ તેમની રગેરગમાં રાજકારણ છે. ૧૮ ઓક્ટોબર, ૧૯૬૩ના રોજ જન્મેલા સુનેત્રાજીના પિતા પદ્મસિંહ પાટિલ પોતે વરિષ્ઠ મંત્રી અને સાંસદ રહી ચૂક્યા છે. તેમના ભાઈ ભાજપ સાથે જોડાયેલા હોવાથી સુનેત્રા પવારને વિવિધ રાજકીય વિચારધારાઓનો બહોળો અનુભવ છે. રાજકીય વિશ્લેષકો માને છે કે સુનેત્રા પવારની આ પસંદગી પાછળ પક્ષની એકતા જાળવી રાખવાનો અને સહાનુભૂતિના મોજાને મતમાં ફેરવવાનો માસ્ટરપ્લાન છે. તેમના પુત્રો જય અને પાર્થ પવાર પણ હવે માતાના નેતૃત્વ હેઠળ પક્ષને મજબૂત કરવા માટે એડીચોટીનું જોર લગાવશે.

અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ સુનેત્રા પવાર સામે અનેક પડકારો છે. આગામી ચૂંટણીઓમાં પક્ષના અસ્તિત્વને બચાવવું અને અજિત પવારના અધૂરા સપનાઓને સાકાર કરવા એ તેમની પ્રાથમિકતા રહેશે. NCPના ગઢ ગણાતા પશ્ચિમ મહારાષ્ટ્રમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે તેમણે હવે રાજ્યવ્યાપી પ્રવાસ કરવો પડશે. સુનેત્રા પવારના આગમનથી NCPમાં મહિલા કાર્યકરોનો ઉત્સાહ પણ બેવડાયો છે. હવે જોવાનું એ રહેશે કે શું સુનેત્રા પવાર અજિત દાદાની જેમ જ આક્રમક શૈલીમાં પક્ષનું સુકાન સંભાળશે કે પછી સંયમિત રાજનીતિ દ્વારા વિરોધીઓને માત આપશે.

(7:19 PM IST)