હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"યુએસ ટ્રેડ ડીલ પર પડકાર આપ્યો તો તમે ઇઝરાયલ નીકળી ગયા..." - રાહુલ ગાંધીનો પીએમ મોદી પર તીખો કટાક્ષ; વિદેશ પ્રવાસ મુદ્દે ગરમાયું રાજકારણ
વડાપ્રધાનના ઐતિહાસિક ઇઝરાયલ પ્રવાસ વચ્ચે વિપક્ષી નેતાનો સોશિયલ મીડિયા પર હુમલો; "ખામોશીથી દેશ છોડી દીધો" કહી રાહુલ ગાંધીએ વ્યાપારી સમજૂતીઓ પર માંગ્યો જવાબ

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલમાં ઇઝરાયલના બે દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. નવ વર્ષ બાદ થઈ રહેલા આ પ્રવાસને લઈને દેશ-વિદેશમાં ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે બીજી તરફ દેશમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આ મુલાકાતને લઈને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પીએમ મોદીની 'ખામોશી' પર સવાલો ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં પીએમ મોદીને સંબોધતા કહ્યું કે, "તમને યુએસ ટ્રેડ ડીલ રદ કરવાનો પડકાર આપ્યાને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ તમે કોઈ જવાબ આપ્યા વગર ખામોશીથી ઇઝરાયલ નીકળી ગયા છો." રાહુલ ગાંધીએ પીએમ મોદી માટે 'નરેન્દ્ર સરેન્ડર મોદી' જેવા શબ્દોનો પ્રયોગ કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર મહત્વના વ્યાપારી મુદ્દાઓ પર દેશને અંધારામાં રાખી રહી છે.
બીજી તરફ, પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસની સફળતાના સમાચાર પણ સતત આવી રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તમામ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર પીએમ મોદીનું ગ્રાન્ડ વેલકમ કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન સંરક્ષણ, કૃષિ અને જળ વ્યવસ્થાપન જેવા મહત્વના ક્ષેત્રોમાં ૧૬ જેટલા કરારો કરવામાં આવ્યા છે. ઇઝરાયલી સંસદમાં પીએમ મોદીના સંબોધનને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં 'મોદી-મોદી'ના નારા ગુંજ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીને ઇઝરાયલી સંસદનું સર્વોચ્ચ સન્માન પણ આપવામાં આવ્યું છે, જે મેળવનાર તેઓ પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે. એક તરફ ભાજપ આ પ્રવાસને ભારતની વિદેશ નીતિની મોટી જીત ગણાવી રહ્યું છે, તો બીજી તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષ તેને ઘરેલું મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પીએમ મોદી ભારત પરત ફર્યા બાદ રાહુલ ગાંધીના આ 'પડકાર' પર શું પ્રતિક્રિયા આપે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
