હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય આકાશમાં ગુંજશે 114 નવા રાફેલની ગર્જના: ₹2.5 લાખ કરોડની ઐતિહાસિક ડીલ અંતિમ તબક્કામાં, 96 ફાઇટર જેટ્સ 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ભારતમાં જ બનશે!
દસોલ્ટ એવિએશનને તાત્કાલિક બિડ સબમિટ કરવા સરકારનું ફરમાન; ટાટા, મહિન્દ્રા અને L&T જેવી કંપનીઓ માટે ખુલશે તકોના દ્વાર, 2030 સુધીમાં ડિલિવરી શરૂ થવાની શક્યતા

નવી દિલ્હી:ભારતની સંરક્ષણ ક્ષમતાઓને નવી ઊંચાઈએ લઈ જવા માટે કેન્દ્ર સરકારે એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. ભારતીય વાયુસેના માટે ૧૧૪ રાફેલ મલ્ટી-રોલ ફાઇટર જેટ ખરીદવાની પ્રક્રિયા હવે 'સુપરફાસ્ટ' મોડમાં આવી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે ફ્રાન્સની દિગ્ગજ કંપની દસોલ્ટ એવિએશનને વહેલી તકે પોતાની સત્તાવાર બિડ (દરખાસ્ત) રજૂ કરવા સૂચના આપી દીધી છે. આ આશરે ₹૨.૫ લાખ કરોડ ($૪૦ બિલિયન) નો સોદો માત્ર સંરક્ષણ ખરીદી નથી, પરંતુ ભારતને વૈશ્વિક એરોસ્પેસ હબ બનાવવાનું એક મોટું કદમ છે.
આ ડીલની સૌથી ક્રાંતિકારી વિશેષતા એ છે કે, કુલ ૧૧૪ વિમાનોમાંથી ૯૬ રાફેલ જેટ્સનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે. બાકીના ૧૮ વિમાનો ફ્રાન્સથી સીધા ઉડાન ભરી શકે તેવી સ્થિતિમાં ભારત આવશે. 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત ભારતમાં બનનારા આ વિમાનોથી દેશના સંરક્ષણ ઉદ્યોગને નવું જોમ મળશે. નિષ્ણાતોના મતે, આ સોદો માત્ર એસેમ્બલી પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ હાઈ-ટેક ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા ભારતીય એન્જિનિયરો અને કંપનીઓને વિશ્વસ્તરીય લડાયક વિમાનો બનાવવાની તાલીમ મળશે.
આ ઐતિહાસિક પ્રોજેક્ટમાં ભારતની ખાનગી કંપનીઓ જેવી કે ટાટા ગ્રુપ, મહિન્દ્રા, ડાયનેમેટિક ટેક્નોલોજીસ અને L&T ડિફેન્સ મોટી ભાગીદાર બની શકે છે. આ કંપનીઓ માટે આગામી દાયકામાં ઓર્ડર બુક મજબૂત થશે અને હજારો નવી રોજગારીની તકો ઉભી થશે. શેરબજારના રોકાણકારો માટે પણ આ સમાચાર મોટા ટ્રિગર સાબિત થઈ શકે છે, કારણ કે સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓમાં લાંબા ગાળાની વૃદ્ધિની શક્યતાઓ વધી ગઈ છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં આ કરાર પર અંતિમ મહોર લાગી શકે છે અને ૨૦૩૦ સુધીમાં ભારતમાં બનેલા રાફેલ આકાશમાં ઉડતા જોવા મળી શકે છે. ચીન અને પાકિસ્તાન સરહદે વધતા તણાવ વચ્ચે, રાફેલની આ નવી સ્ક્વોડ્રન ભારતીય વાયુસેનાને દુશ્મનો સામે અજેય તાકાત પૂરી પાડશે. આ સોદો ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક સંબંધોનું પણ પ્રતીક છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
