હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે ઇઝરાયલમાં પણ ચાલશે ભારતનો સિક્કો! પીએમ મોદીની મુલાકાત દરમિયાન UPI લોન્ચ કરવાનો ઐતિહાસિક નિર્ણય; જેરુસલેમની ગલીઓમાં હવે 'QR કોડ' થી થશે પેમેન્ટ!
ભારત-ઇઝરાયલ વચ્ચે ટેકનોલોજીનો નવો અધ્યાય: સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રે ભાગીદારી સાથે ડિજિટલ ઇન્ડિયાનું ગ્લોબલ પાવર શો; નેતન્યાહૂએ પીએમ મોદીની કાર્યક્ષમતાના કર્યા મુક્તકંઠે વખાણ

જેરુસલેમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાતે માત્ર સંરક્ષણ જ નહીં, પરંતુ ડિજિટલ ફાઇનાન્સના ક્ષેત્રમાં પણ એક નવો ઈતિહાસ રચી દીધો છે. હવે ઇઝરાયલમાં પણ ભારતનું UPI (Unified Payments Interface) કાર્યરત થશે. વડાપ્રધાન મોદી અને ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલા કરાર બાદ, ભારતની આ સ્વદેશી ડિજિટલ પેમેન્ટ ટેકનોલોજી હવે ઇઝરાયલના બજારોમાં ગુંજશે. આ પગલાથી ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓ માટે ઇઝરાયલમાં નાણાકીય વ્યવહાર અત્યંત સરળ બની જશે.
ટેકનોલોજી અને સંરક્ષણનો 'પાવર પેક' સોદો
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ જાહેર કર્યું કે ભારત અને ઇઝરાયલ હવે માત્ર મિત્રો જ નહીં, પણ "ખાસ વ્યૂહાત્મક ભાગીદાર" છે. UPI ના લોન્ચિંગ ઉપરાંત, બંને દેશો શસ્ત્રોનું સંયુક્ત ઉત્પાદન, નાગરિક પરમાણુ ઉર્જા અને અવકાશ સંશોધન જેવા ક્ષેત્રોમાં ખભેખભા મિલાવીને કામ કરશે. મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આતંકવાદ માટે વિશ્વમાં કોઈ સ્થાન નથી અને ભારત-ઇઝરાયલ મળીને આ પડકારનો સામનો કરશે."
નેતન્યાહૂ થયા મોદીના મુરીદ
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારત સરકારની કાર્યક્ષમતાની ભારે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "તમારી પાસે અદ્ભુત રીતે કાર્યક્ષમ સરકાર છે. આ મન અને હૃદયનું મિલન છે જે બંને દેશોના વિકાસને નવી ગતિ આપશે." આ મુલાકાત દરમિયાન 'શ્રેષ્ઠતાના ગામડાઓ' (Villages of Excellence) બનાવવા અને ખેતી માટે આધુનિક ટેકનોલોજી વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
ઇઝરાયલમાં UPI નું વિસ્તરણ એ વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી સોફ્ટવેર અને ફિનટેક તાકાતનું પ્રતિક છે. સિંગાપોર, ફ્રાન્સ અને UAE બાદ હવે ઇઝરાયલ પણ ભારતના ડિજિટલ પેમેન્ટ નેટવર્કનો હિસ્સો બની ગયું છે. આ ભાગીદારીથી આગામી સમયમાં દ્વિપક્ષીય વેપારમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
