હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાના ઇમિગ્રેશન વિભાગમાં 'ભરતી કૌભાંડ' જેવી સ્થિતિ? ઉતાવળે હજારો અધિકારીઓ તો રાખ્યા, પણ તપાસમાં ડબ્બો ગુલ; ગેંગ સાથે જોડાયેલા લોકો પણ ઘૂસી ગયાનો આંતરિક ઈમેલમાં ધડાકો!
ટ્રમ્પના સામૂહિક દેશનિકાલ અભિયાન હેઠળ ICE માં ૧૨,૦૦૦ ની ભરતીમાં સુરક્ષાના ધજાગરા; અનેક ટ્રેનીઓ ગેંગ મેમ્બર અને વોન્ટેડ ગુનેગાર નીકળતા ખળભળાટ - તપાસ પુરી થયા પહેલા જ અધિકારીઓને મેદાનમાં ઉતારી દેવાયા

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહત્વાકાંક્ષી 'સામૂહિક દેશનિકાલ અભિયાન' (Mass Deportation Campaign) ને મોટો ફટકો પડ્યો છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા કરવામાં આવેલી હજારો નવી ભરતીઓની યોગ્ય રીતે તપાસ કરવામાં એજન્સી નિષ્ફળ રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો એક આંતરિક ઈમેલ દ્વારા થયો છે. આ ઈમેલ મુજબ, ઉતાવળમાં કરવામાં આવેલી ભરતીઓને કારણે એવા લોકો પણ સિસ્ટમમાં ઘૂસી ગયા છે જેમનો ભૂતકાળ ગુનાહિત છે અથવા જેમના નામ વોન્ટેડ લિસ્ટમાં છે.
ગેંગ મેમ્બર્સ અને વોન્ટેડ ગુનેગારોની 'એન્ટ્રી'
રોઇટર્સ દ્વારા જોવામાં આવેલા અહેવાલ મુજબ, જ્યોર્જિયાની ટ્રેનિંગ એકેડેમીમાં તાલીમ લઈ રહેલા બે નવા ભરતી થયેલા કર્મચારીઓના શરીર પરના ટેટૂ જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું કે તેઓ ખતરનાક 'MS-13' ગેંગના શંકાસ્પદ સભ્યો હતા. આટલું જ નહીં, અન્ય પાંચ તાલીમાર્થીઓ તો એવા નીકળ્યા જેમની ધરપકડ માટે પહેલેથી જ એક્ટિવ વોરંટ હતા. પ્રશ્ન એ ઉભો થયો છે કે જો તેમની પૃષ્ઠભૂમિ તપાસ (Background Check) થઈ હોત, તો તેઓ એકેડેમી સુધી પહોંચ્યા જ કેવી રીતે?
ચકાસણી વગર જ મેદાનમાં ઉતારી દેવાયા અધિકારીઓ
એક આંતરિક ઇમેઇલમાં સ્વીકારવામાં આવ્યું છે કે "નવી ભરતીઓની મોટી સંખ્યા" ને કારણે બેકગ્રાઉન્ડ ઇન્વેસ્ટિગેશન અટકી પડ્યા છે. ઘણા અધિકારીઓ તો ટ્રેનિંગ પૂરી કરીને ડ્યુટી પર પણ ચઢી ગયા છે, છતાં તેમની તપાસ હજુ બાકી છે. જાન્યુઆરીમાં મિનિયાપોલિસમાં ફેડરલ ઓપરેશન દરમિયાન બે યુએસ નાગરિકોના મોત બાદ આ ચકાસણીનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે. ટીકાકારોનું કહેવું છે કે ટૂંકા ગાળામાં ૧૨,૦૦૦ અધિકારીઓની ભરતી કરવાનું લક્ષ્ય હાસલ કરવા માટે સુરક્ષાના ધોરણો સાથે સમાધાન કરવામાં આવ્યું છે.
વ્હાઇટ હાઉસનું દબાણ અને વિરોધ પક્ષનો હુમલો
સૂત્રોના જણાવ્યા અનુસાર, વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે આ આક્રમક ભરતી લક્ષ્યોને વહેલી તકે પૂર્ણ કરવા માટે ભારે દબાણ કર્યું હતું. બીજી તરફ, ડેમોક્રેટિક સેનેટરોએ આ ઘટનાને "અધિકારીઓના ગેરવર્તણૂકમાં વધારો" કરનારી ગણાવી છે. હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવક્તાએ જોકે ચકાસણીની સમસ્યાઓનો ઇનકાર કર્યો છે, પરંતુ આંતરિક આંકડા દર્શાવે છે કે ઓક્ટોબર ૨૦૨૫ થી અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ નવા ભરતી થયેલા કર્મચારીઓને ગેરવર્તણૂક કે સુરક્ષા ખામીને કારણે બરતરફ કરવા પડ્યા છે.
આ છબરડાએ ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન અભિગમ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. જો દેશની રક્ષા માટે રાખવામાં આવેલા અધિકારીઓ જ શંકાસ્પદ હશે, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
