હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્યપ્રદેશમાં 'લેન્ડ જિહાદ' જેવો મોટો કાંડ? શાળાઓ અને પોલીસ સ્ટેશનો પણ વકફના નામે નોંધાયા : કરોડોની જમીનનો ખેલ ખતમ!
CAG રિપોર્ટમાં ભયાનક સત્ય બહાર આવ્યું: ૨૦ જિલ્લામાં ૭૭ કરોડની સરકારી સંપત્તિ ખાનગી રીતે 'વકફ' જાહેર કરાઈ : નિયમોના લીરેલીરા ઉડાડી ડેમ અને જંગલની જમીનો પણ પચાવી પાડવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું

ભોપાલ: મધ્યપ્રદેશમાં વકફ બોર્ડની કામગીરીને લઈને એક એવો ભયાનક ખુલાસો થયો છે જેણે શાસક પક્ષથી લઈને સામાન્ય જનતા સુધી હડકંપ મચાવી દીધો છે. ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ ના લેટેસ્ટ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ૨૦૧૮ થી ૨૦૨૩ દરમિયાન રાજ્યના ૨૦ જિલ્લાઓમાં આશરે ૭૭ કરોડ રૂપિયાની સરકારી જમીનોને ગેરકાયદેસર રીતે 'વકફ મિલકત' તરીકે જાહેર કરી દેવામાં આવી હતી. આ કોઈ નાની-મોટી ભૂલ નથી, પરંતુ એક સુનિયોજિત કૌભાંડ હોવાનું જણાય છે, કારણ કે તપાસવામાં આવેલી ૮૧ મિલકતોમાંથી ૪૧% એટલે કે ૩૩ મિલકતો તો શુદ્ધ સરકારી માલિકીની હતી. આશ્ચર્યની વાત એ છે કે જે જમીન પર સરકારી શાળાઓ અને પોલીસ સ્ટેશનો ધબકી રહ્યા છે, તેને પણ કાગળ પર વકફની મિલકત બનાવી દેવામાં આવી છે.
ભોપાલના મિસરોડ વિસ્તારનો કિસ્સો તો ફિલ્મી પ્લોટ જેવો છે. અહીં ૩,૬૦૦ ચોરસ મીટર જમીન પર હાઈસ્કૂલ અને પોલીસ સ્ટેશન હોવા છતાં, નવેમ્બર ૨૦૨૨માં તેને 'કબ્રસ્તાન' ગણાવીને વકફ રજિસ્ટરમાં નોંધી લેવામાં આવી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અને તહસીલદારના વિરોધ છતાં વકફ બોર્ડે કોઈની પરવા કર્યા વગર આ નોંધણીને અંતિમ ઓપ આપ્યો હતો. આવી જ રીતે ભોપાલના સંજય નગરમાં લીઝ પર આપેલી રહેણાંક જમીનને ધાર્મિક હેતુ માટે દાન કરી દેવાઈ અને બોર્ડે આંખ આડા કાન કરીને તેને મસ્જિદના નામે નોંધી લીધી. વિદિશાના હલાલી ડેમ પાસેની જંગલની જમીન હોય કે સિહોરનું કબ્રસ્તાન, દરેક જગ્યાએ મહેસૂલ વિભાગના નિયમોને નેવે મૂકવામાં આવ્યા હતા.
આ રિપોર્ટ બાદ હવે મધ્યપ્રદેશમાં મોટું રાજકીય તોફાન શરૂ થયું છે. મહેસૂલ મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપતા સ્પષ્ટ કર્યું છે કે દોષિત અધિકારીઓ અને વકફ બોર્ડના કર્મચારીઓ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસે તેને સરકારી તંત્ર અને બોર્ડની મિલીભગત ગણાવી ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. આ કૌભાંડે સાબિત કર્યું છે કે કઈ રીતે સરકારી રેકોર્ડમાં હેરાફેરી કરીને જનતાની મિલકતો પર કબજો જમાવવામાં આવી રહ્યો હતો. હવે સરકાર આ મિલકતોનો કબજો પરત લેવા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી રહી છે, જેનાથી આગામી દિવસોમાં મોટા બુલડોઝર એક્શન જોવા મળી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
