<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

સુરતના ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત: હાલ ધરપકડ પર રોક

સુપ્રીમ કોર્ટે જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓને મોટી રાહત આપી છે. જમીન વિવાદ અને છેતરપિંડીના આરોપોના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ (એફ.આઈ.આર.) મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે ગજેરા બંધુઓની ધરપકડ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. 

આ સાથે જ, કવોશિંગ પિટિશન એટલે કે એફ.આઈ.આર. રદ કરવા માટેની અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ બે અઠવાડિયા દરમિયાન પોલીસ તેમની ધરપકડ કરી શકશે નહીં. 

ગજેરા બંધુઓ લાંબા સમયથી કાયદાકીય લડત લડી રહ્યા છે, ત્યારે સુપ્રીમ કોર્ટના આ આદેશથી તેમને પ્રારંભિક સ્તરે મોટો દિલાસો મળ્યો છે.

(11:24 PM IST)