હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 26th February 2026
અરવલ્લીના મેઘરજ તાલુકા પંચાયતના કર્મચારી સામે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ
લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ: 27 દિવસ સુધી રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું

અરવલ્લીના મેઘરજમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે તાલુકા પંચાયત કર્મી દ્વારા શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો કેસ નોંધાયો છે. હિંમતનગરના રાયગઢના યુવક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાઈ છે. 27 દિવસ સુધી રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.. આરોપી ભિલોડા તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. લગ્નની વાત કરતાં ઇનકાર કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનો આક્ષેપ કરાયો છે. મેઘરજ પોલીસે આરોપી મહેશ ઓડની ધરપકડ કરી છે આરોપીને મેઘરજ કોર્ટમાં રજુ કર્યા બાદ મોડાસા સબજેલમાં મોકલાયો હતો .
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
