હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુટ્યુબર અન્વેષની મુશ્કેલીમાં વધારો: હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી બદલ પોલીસ એક્શનમાં, વિદેશ ભાગી ગયેલા યુટ્યુબર સામે 'લુકઆઉટ નોટિસ' જારી!
ભાજપ નેતા અને અભિનેત્રી કરાટે કલ્યાણીની ફરિયાદ બાદ હૈદરાબાદ પોલીસનો સપાટો; સીતા માતા અને દ્રૌપદી વિશે વાંધાજનક નિવેદનો આપવાનો છે ગંભીર આરોપ

હૈદરાબાદ: તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાની વાણી વિલાસથી વિવાદો સર્જનાર પ્રખ્યાત યુટ્યુબર અન્વેષ સામે હૈદરાબાદની પંજાગુટ્ટા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. હિન્દુ દેવી-દેવતાઓ અને ધાર્મિક માન્યતાઓ વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અન્વેષ સામે 'લુકઆઉટ નોટિસ' જારી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અન્વેષ હાલમાં ભારતની બહાર હોવાથી તેને પકડવા માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરનું વોરંટ જેવું પગલું લેવામાં આવ્યું છે.
આ વિવાદની શરૂઆત ગયા વર્ષે ડિસેમ્બરમાં થઈ હતી. આરોપ છે કે અન્વેશે પોતાના એક વીડિયોમાં તેલુગુ અભિનેતા શિવાજીની ટીકા કરતી વખતે મર્યાદા ઓળંગી હતી. આ વીડિયોમાં તેણે હિન્દુ ધર્મની પૂજનીય આકૃતિઓ જેવી કે સીતા માતા અને દ્રૌપદી વિશે અત્યંત વાંધાજનક અને બદનક્ષીભર્યા નિવેદનો આપ્યા હતા. આ વીડિયો વાયરલ થતા જ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા.
અભિનેત્રી અને ભાજપ નેતા કરાટે કલ્યાણીએ આ મામલે પંજાગુટ્ટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે અન્વેષ ઇરાદાપૂર્વક હિન્દુ સંસ્કૃતિ, પરંપરાઓ અને દેવી-દેવતાઓનું અપમાન કરીને સમાજમાં સાંપ્રદાયિક નફરત ફેલાવવાનું અને હિંસા ભડકાવવાનું કામ કરી રહ્યો છે. આ ફરિયાદના આધારે ડિસેમ્બર ૨૦૨૫માં કેસ નોંધાયો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અન્વેષ લાંબા સમયથી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યો નહોતો અને તે દેશ છોડીને નાસી ગયો હોવાની માહિતી મળી છે. હવે લુકઆઉટ નોટિસ જારી થવાથી, તે જેવો ભારત પરત ફરશે અથવા કોઈ પણ એરપોર્ટ પર દેખાશે, તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવા માટે ધાર્મિક લાગણીઓ દુભાવવી હવે આ યુટ્યુબરને ભારે પડી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
