હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અનિલ અંબાણી ભારે મુશ્કેલીમાં: ૪ લાખ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ ગઈકાલે ૯ કલાક પૂછપરછ કર્યા બાદ આજે સતત બીજા દિવસે દિલ્હી મુખ્ય મથકે હાજર થવા આદેશ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરુદ્ધ તપાસનો ગાળિયો વધુ કડક બનાવવામાં આવ્યો છે. ૪,૦૦,૦૦૦ કરોડ રૂપિયાના તોતિંગ મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઇડીએ તેમને સતત બીજા દિવસે સમન્સ જારી કરીને પૂછપરછ માટે બોલાવ્યા છે.
સત્તાવાર વિગતો અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ અનિલ અંબાણીને દિલ્હી સ્થિત તેમના મુખ્ય મથક પર તપાસકર્તાઓ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. આ તપાસ ૪,૦૦,૦૦૦ કરોડ રૂપિયાની કથિત નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગના આરોપો સાથે જોડાયેલી છે. ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉની પૂછપરછમાં મળેલા દસ્તાવેજો અને પુરાવાઓના આધારે હવે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે અનિલ અંબાણીની વિવિધ કંપનીઓ લાંબા સમયથી દેવાના બોજ હેઠળ દબાયેલી છે અને અનેક કાયદાકીય લડાઈઓ લડી રહી છે. આટલી મોટી રકમની લોન્ડરિંગ તપાસ દેશના કોર્પોરેટ જગતમાં સૌથી મોટી તપાસ પૈકીની એક માનવામાં આવે છે.
તપાસ એજન્સી એ જાણવા માંગે છે કે શું ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અથવા તેને વિદેશી ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
