<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

હવે એર ટિકિટ બુક કર્યા પછી ૪૮ કલાકની અંદર કેન્‍સલ કરશો તો મળશે પૂરું રીફન્‍ડ

જોકે એના માટે ડોમેસ્‍ટિક ટ્રાવેલમાં મુસાફરીની તારીખ ૭ દિવસ અને ઇન્‍ટરનેશનલ ટ્રાવેલમાં ૧૫ દિવસ પછીની હોય એ જરૂરી છે

નવી દિલ્‍હી તા.૨૭: ડિરેક્‍ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એર ટિકિટના રીફન્‍ડ માટેના નિયમોમાં બદલાવ કર્યો છે. આ નવા નિયમો અંતર્ગત હવે યાત્રીઓ બુકિંગ કર્યાના ૪૮ કલાકની અંદર કોઈ વધારાની ફી ચૂકવ્‍યા વિના ટિકિટ કેન્‍સલ કરાવી શકે છે અથવા તો બદલાવ કરી શકે છે. આ ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટથી બુક કરી હોય અને ૨૪ કલાકની અંદર જ મુસાફરના નામમાં કોઈ ભૂલ જણાય તો એના સુધાર માટે કોઈ ચાર્જ નહીં લેવામાં આવે. ૨૦૨૫ના ડિસેમ્‍બર મહિનામાં ઇન્‍ડિગોની ફલાઇટ્‍સમાં આવેલા અવરોધો દરમ્‍યાન રીફન્‍ડનો મુદ્દો સામે આવ્‍યો હતો. એ પછી સિવિલ એવિએશન મંત્રાલયે રીફન્‍ડ બાબતે ચોક્કસ ગાઇડલાઇન્‍સ બહાર પાડવાનો નિર્દેશ કર્યો હતો. આ મુદ્દે નવા સંશોધિત નિયમો DGCAએ બહાર પાડ્‍યા છે.

હવે એરલાઇને યાત્રીઓને ટિકિટ-બુકિગના ૪૮ કલાક માટે લુક-ઇન વિકલ્‍પ આપવો પડશે. આ અવધિમાં મુસાફર કોઈ વધારાના ચાર્જ વિના ટિકિટ રદ કરી શકે છે કે બદલી શકે છે. બદલાયેલી ફલાઇટ માટે સામાન્‍ય રીતે જેટલું ભાડું હોય એ જ ચૂકવવાનું રહેશે.

જોકે આ સુવિધા તમામ ફલાઇટ્‍સ માટે ઉપલબ્‍ધ નહીં હોય. એમની ડિપાર્ચર-ડેટ બુકિગની તારીખથી ઓછામાં ઓછી ૭ દિવસ (ડોમેસ્‍ટિક ફલાઇટ) અને ૧૫ દિવસ (ઇન્‍ટરનેશનલ ફલાઇટ) દૂર હોય એ જરૂરી છે અને ટિકિટ ડાયરેક્‍ટ ઍરલાઇનની વેબસાઇટથી બુક કરેલી હોય. ૪૮ કલાકની અવધિ પૂરી થયા પછી આ વિકલ્‍પ ઉપલબ્‍ધ નહીં રહે અને મુસાફરોએ કોઈ પણ બદલાવ કે કેન્‍સલેશન માટે જે-તે એરલાઇન મુજબનો સંબંધિત ચાર્જ આપવાનો રહેશે.

જો ટિકિટ ટ્રાવેલ એજન્‍ટ કે પોર્ટલના માધ્‍યમથી ખરીદી હોય તો રીફન્‍ડની જવાબદારી એરલાઇને જ લેવી પડશે, કેમ કે એજન્‍ટ કંપનીએ નિયુક્‍ત કરેલા પ્રતિનિધિ છે. એરલાઇન એ સુનિヘતિ કરે કે રીફન્‍ડની પ્રક્રિયા ૧૪ દિવસની અંદર પૂરી થાય. મુસાફર કે તેમના પરિવારના કોઈ સદસ્‍યની મેડિકલ ઇમર્જન્‍સીને કારણે ટિકિટ રદ કરવી પડે તો એની શરતોમાં પણ બદલાવ કરવામાં આવ્‍યો છે.

DGCAએ કહ્યું હતું કે જો ટિકિટ ડાયરેક્‍ટ એરલાઇનની વેબસાઇટ પરથી બુક કરી હોય તો મુસાફરોએ બુકિગના ૨૪ કલાકની અંદર પોતાના નામમાં ભૂલ બતાવી હોય તો એરલાઇન કોઈ વધારાનો ચાર્જ નહીં લઈ શકે. મેડિકલ ઇમર્જન્‍સીની સ્‍થિતિમાં ટિકિટ રદ કરવા પર યાત્રી કે એ જ ભ્‍ફય્‍ પર ટ્રાવેલ કરી રહેલા પરિવારજનને મેડિકલ ઇમર્જન્‍સીને કારણે હોસ્‍પિટલમાં ભરતી કરવા પડ્‍યા હોય તો એરલાઇન રીફન્‍ડ કે ક્રેડિટ શેલ આપી શકે છે. અન્‍ય મામલામાં રીફન્‍ડ ત્‍યારે જ મળશે જ્‍યારે એરલાઇનને એરોસ્‍પેસ મેડિસિન વિશેષજ્ઞ કે DGCAની પેનલના નિષ્‍ણાત પાસેથી મેડિકલ પ્રમાણ મળ્‍યું હોય

(10:17 AM IST)