હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત પર શાસન કરનારી ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની' ફરીથી ડૂબી !
કંપનીની વેબસાઇટ બંધ કરી દેવામાં આવીઃ લંડનનો લક્ઝરી સ્ટોર બંધ : એક સમયે ભારત પર શાસન કંપનીનો માલિક હવે એક ભારતીય છે

લંડન તા.૨૭: એક સમયે ભારતના મોટાભાગના વિસ્તારો પર શાસન કરનાર બ્રિટિશ ટ્રેડિગ ફર્મ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ૧૮૫૮માં બ્રિટીશ સરકારે પોતાના હસ્તક લઇ લીધી હતી અને ૧૮૭૪માં કંપની નિષ્ક્રિય થઇ ગઈ હતી. હવે ૧૫૨ વર્ષ બાદ બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપની ફરી એક વાર નાદાર થઇ છે.
અહેવાલ મુજબ લંડનની લક્ઝરી રિટેલર ઇસ્ટ ઇન્ડિયા કંપની ફરી નાદાર થઇ ગઈ, આ કંપની બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિ સંજીવ મહેતાની માલિકીની હતી. વર્ષમાં ૨૦૧૦ માં સંજીવ મહેતાએ ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની' નામના રાઈટ્સ ખરીદ્યા હતાં અને કંપનીને પુનર્જીવિત કરી હતી. કંપનીએ લક્ઝરી ફૂડ એન્ડ ડ્રીંક પ્રોડક્ટ્સનો વેપાર શરુ કર્યો હતો છે.
વર્ષ ૨૦૧૦ માં સંજીવ મહેતાએ જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપની નામના રાઈટ્સ ખરીદ્યા, તેઓ ખુબ ચર્ચામાં રહ્યા હતાં. તેમના આ પગલાને ‘બ્રિટીશરો સામે બદલો' તરીકે વર્ણવવામાં આવ્યું હતું. એક સમયે હેડ લાઈન્સ છપાઈ હતી કે એક સમયે ભારત પર શાસન કરતી એક કંપનીનો માલિક હવે એક ભારતીય છે.
કંપનીએ વર્ષ ૨૦૧૦માં લંડનના મેફેરમાં ૯૭ ન્યૂ બોન્ડ સ્ટ્રીટ પર ૨૦૦૦ ચોરસ ફૂટનો લક્ઝરી સ્ટોર શરુ કર્યો હતો, જેમાં ઉચ્ચ ગુણવત્તાની ચા, ચોકલેટ, કન્ફેક્શનરી, મસાલા અને અન્ય વસ્તુઓ વેચવામાં આવતી હતી. પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મળેલું આ નવું જીવન લાંબુ ના ચાલ્યું.
અહેવાલ મુજબ ઇસ્ટ ઇન્ડિયા કંપની લિમિટેડે ઓક્ટોબર ૨૦૨૫ માં લિક્વિડેટર્સની નિમણૂક કરી હતી. કંપનીના પેરેન્ટ ગ્રુપને :૬૦૦,૦૦૦ (રૂ. ૬.૩ કરોડ), કરમાં :૧૯૩,૭૮૯ (રૂ. ૨.૦૩ કરોડ) અને કર્મચારીઓને :૧૬૩,૧૦૫ (રૂ. ૧.૭૧ કરોડ) થી વધુની રકમ ચુકવવાની બાકી છે. સંજીવ મહેતા સાથે ઇસ્ટ ઇન્ડિયા નામ સાથેની અન્ય જેટલી કંપનીઓ જોડાયેલી છે, એ તમામનું વિસર્જન કરવામાં આવ્યું છે.
કંપનીની વેબસાઇટ બંધ કરી દેવામાં આવી છે, લંડનના મેફેરમાં ૯૭ ન્યૂ બોન્ડ સ્ટ્રીટ પર આવેલી કંપનીની શોપ હાલ ખાલી છે. અન્ય એક કંપની, ઇસ્ટ ઇન્ડિયા કંપની કલેક્શન્સ લિમિટેડને પણ તાજેતરમાં બેંકોએ વાઇન્ડ-અપ નોટીસ મોકલી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
