<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

બિકિની પહેરેલી બે મહિલાઓની વચ્‍ચે બેઠેલા વૈજ્ઞાનિક સ્‍ટીફન હોકિંગ્‍સની તસવીર બહાર આવી

૨૦૦૬માં એક કેરિબિયન ટાપુના બીચ પરની સ્‍ટીફન હોકિગ્‍સની આ તસવીરોને એપ્‍સટીન ફાઇલ્‍સ સાથે જોડવામાં આવી રહી છે : પરિવારે કહ્યું કે આ તો નર્સ હતી જે તેમની દેખભાળ રાખતી હતી, અનુચિત વ્‍યવહારના આરોપો ખોટા છે

લંડન તા.૨૭: જેફરી એપ્‍સટીન સાથે જોડાયેલા કેટલાક દસ્‍તાવેજોમાં એક જૂનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. એમાં બ્રિટિશ વૈજ્ઞાનિક સ્‍ટીફન હોકિંગ્‍સ બિકિની પહેરેલી બે મહિલાઓની સાથે બેઠેલા જોવા મળે છે. આ ફોટો ૨૦૦૬ની સાલનો હોવાનું કહેવાય છે.

જોકે પરિવારે આ વાઇરલ તસવીર માટે સફાઈ આપતાં કહ્યું હતું કે આ ફોટોમાં જે મહિલાઓ છે એ તેમની લાંબા સમયથી દેખભાળ કરનારી કેરગિવર હતી અને તેમની સાથે કોઈ પણ પ્રકારના અનુચિત વ્‍યવહારનો આરોપ નિરાધાર છે.

આ તસવીર કેરિબિયન આઇલેન્‍ડ સેન્‍ટ થોમસની રિટ્‍ઝ-કાર્લટન હોટેલમાં લેવામાં આવી હતી જ્‍યાં ૨૦૦૬ના માર્ચ મહિનામાં એપ્‍સટીને એક વૈજ્ઞાનિક સંમેલનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્‍ટરનેશનલ સ્‍તરના ૨૧ વૈજ્ઞાનિકો સામેલ થયા હતા.

અમેરિકાના જાસ્‍ટિસ ડિપાર્ટમેન્‍ટ દ્વારા એપ્‍સટીન સંબંધિત દસ્‍તાવેજોમાં સ્‍ટીફન હોકિગ્‍સનું નામ અનેક વાર નોંધાયું છે, પરંતુ એ ડોક્‍યુમેન્‍ટ્‍સમાં આ ફોટો સાથે જોડાયેલી કોઈ પણ આપત્તિજનક ગતિવિધિનો ઉલ્‍લેખ નથી. ૨૦૧૫માં એક ઈ-મેઇલમાં એપ્‍સટીને સ્‍ટીફન હોકિગ્‍સ પર લાગેલા આરોપોને ખારીજ કર્યા હતા. ૨૦૧૮માં ૭૮ વર્ષની ઉંમરે સ્‍ટીફન હોકિગ્‍સનું મૃત્‍યુ થયું હતું. તેઓ લાંબા સમયથી અમાઇટ્રોફિક લેટરલ સ્‍ક્‍લેરોસિસ (ALS) નામના પ્રાણઘાતક ન્‍યુરોડીજનરેટિવ ડિસીઝથી પીડાતા હતા. 

 

(10:20 AM IST)