હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જો કર્મચારીઓ તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જશે તો પગારમાં ૧૫% ઘટાડો થશે
તેલંગાણા સરકારે નવો નિયમ રજૂ કર્યો : બજેટ સત્રમાં આ બિલ રજૂ કરશે

હૈદરાબાદ, તા.૨૭: તેલંગાણા સરકાર એક નવો કાયદો રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ કાયદા હેઠળ, જે સરકારી કર્મચારીઓ તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જશે તેમના પગારમાં ઘટાડો કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ જાહેરાત કરી હતી કે સરકાર આગામી બજેટ સત્રમાં આ બિલ રજૂ કરશે.
ગુરુવારે, સીએમ રેડ્ડીએ નવા નિયુક્ત ગ્રુપ ૧ અને ગ્રુપ ૨ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમના સમાપન સત્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું, આ યુવાન અધિકારીઓને તેમના માતાપિતાના બલિદાનને કારણે આ પ્રતિષ્ઠિત નોકરીઓ મળી છે, અને તેઓએ તેમના માતાપિતાની યોગ્ય સંભાળ રાખવી જોઈએ.
રેવંત રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા સત્રમાં, અમે એવા લોકોના પગારમાંથી ૧૦-૧૫ ટકા કાપીને તેમના માતાપિતાના ખાતામાં જમા કરાવવાની યોજના બનાવી રહ્યા છીએ જેઓ તેમના માતાપિતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જાય છે.
રેવંત રેડ્ડીએ એવી પણ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારના અધિકારીઓને એક્ઝિકયુટિવ શિક્ષણ આપવાની તૈયારી ચાલી રહી છે. આ માટે, હાર્વર્ડ યુનિવર્સિટી અને રાજ્ય સંચાલિત MCR HRD સંસ્થા વચ્ચે ટૂંક સમયમાં એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે હાર્વર્ડ યુનિવર્સિટી MCR HRDમાં આવીને ભણાવવા માટે સંમત થઈ છે. જો બધું બરાબર રહેશે, તો ૨ જૂને રાજ્ય સ્થાપના દિવસ પહેલા હાર્વર્ડ યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો MCR HRDમાં હશે.
તેમના ભાષણ દરમિયાન, રેડ્ડીએ હૈદરાબાદની એક કહેવતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અધિકારીઓ તેમની કારકિર્દી દરમિયાન ગરમ, નરમ અને બેશરમૅ બની જાય છે. આનો અર્થ એ થાય છે કે અમલદારો જ્યારે જોડાય છે ત્યારે ‘ઊર્જાવાન' હોય છે, પરંતુ પાછળથી તેમની કારકિર્દીના અંત સુધીમાં ‘નરમ'અને ‘બેશરમ' બની જાય છે. ‘યુવાન અધિકારીઓએ આ કહેવત ખોટી સાબિત કરવી જોઈએ,' મુખ્યમંત્રીએ વિનંતી કરી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
