હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક રિચાર્ડ એક્સલનું સેક્સ સ્કેન્ડલના વિવાદ બાદ રાજીનામું

કુખ્યાત જાતીય ગુનેગાર જેફરી એપસ્ટાઈન સાથેના સંબંધો બહાર આવ્યા બાદ વિજ્ઞાન જગતમાં ખળભળાટ મચી ગયો છે. નોબેલ પારિતોષિક વિજેતા જીવવિજ્ઞાની રિચાર્ડ એક્સલે કોલંબિયા યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ન્યુરોસાયન્સ સંસ્થાના સહ-નિર્દેશક પદેથી રાજીનામું આપી દીધું છે.
તાજેતરમાં જાહેર થયેલા દસ્તાવેજોમાં જાણવા મળ્યું છે કે અનેક સંશોધકોએ સંશોધન માટે ભંડોળ મેળવવાના હેતુથી એપસ્ટાઈન સાથે સંપર્કો રાખ્યા હતા. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં ભંડોળ સ્વીકારવાની પ્રક્રિયા અને નૈતિકતા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના કારણે હવે યુનિવર્સિટીઓ તેમની દાન સ્વીકારવાની નીતિઓની સમીક્ષા કરી રહી છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
