<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

અંબાણી-ફેમિલીએ જામનગરમાં અર્જુન-સાનિયાના પ્રી-વેડિંગ સમારોહનું આયોજન કર્યું

મુંબઇ ઇન્‍ડિયન્‍સના સોશયલ મીડિયામાં વિડીયો શેર કરાયો

નવી દિલ્‍હીઃ મુકેશ અંબાણી અને તેમના પરિવારે હાલમાં જામનગરમાં પોતાના નિવાસસ્‍થાને સચિન તેન્‍ડુલકરના દીકરા અર્જુન તેન્‍ડુલકર અને સાનિયા ચંડરેકના પ્રી-વેડિગ સમારોહનું આયોજન કર્યું હતું. મુંબઈ ઇન્‍ડિયન્‍સના સોવલ મીડિયા પ્‍લેટફોર્મ પર શેર કરવામાં આવેલા વિડિયોમાં મુકેશ અંબાણી, સચિન તેન્‍ડુલકર અને ચંડોક-હેમિલીના સભ્‍યો એકસાથે મંદિરમાં જોવા મળ્‍યા હતા.

નીતા અંબાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે સચિન અને અંજલિ, તમે હંમેશાં અમારા માટે પરિવાર જેવાં રહ્યાં છો, આજે તમારી ખુશીમાં ભાગીદાર બનીને અમારાં દિક્ષ ખુશીથી ભરાઈ ગયાં છે. મારા પ્રિય અર્જુન, મેં તને અમારી સ્‍કૂલના નાના છોકરા તરીકે જોવો હતો અને હવે તારા જીવનની સૌથી સુંદર ભાગીદારી શરૂ કરવા માટે તૈયાર થતો જોઈ રહી છું. સાનિયા, તારી આસપાસ ખૂબ અદ્ભુત અને સકારાત્‍મક ઊર્જા છે. તારા વિશે જાણીને અને તમને બન્નેને સાથે જોઈને મને ઘણો આનંદ થયો. ભગવાન તમારા સંબંધોને હંમેશ માટે આશીવાંદ આપે.

સચિન તેનુલકરે કહ્યું હતું, 'ભાભી અને મુકેશભાઈ, મને નથી લાગતું કે અર્જુન સાનિયાની આગળની સફર માટે આશીર્વાદ આપવા માટે અમે આનાથી વધુ સારા લોકો અને જગ્‍યા પસંદ કરી શક્‍યા હોત. જ્‍યારે તમારો દીકરો કોઈ દીકરીનો પરિચય કરાવવા માટે ઘરે લાવે છે ત્‍યારે તમને ખબર પડે છે કે તે મોટો થઈ ગયો છે. અર્જુન અને સાનિયા એકબીજાના પ્રેમમાં પાગલ દેખાય છે.

સચિન અને અર્જુન બન્ને મુંબઈ ઇન્‍ડિયન્‍સ માટે રમી ચૂક્‍યા છે

(1:56 PM IST)