હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તમિલનાડુના રાજકારણમાં ભયંકર ઉલટફેરઃ જયલલિતાના ખાસ ગણાતા ઓ. પન્નીરસેલ્વમ હવે સ્ટાલિનના શરણે
ચૂંટણી પહેલા AIADMK ને જોરદાર ફટકો

નવી દિલ્હી, તા.૨૭: તમિલનાડુની આગામી વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમના કદાવર નેતા અને ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા ૭૫ વર્ષીય ઓ. પન્નીરસેલ્વમ સત્તાવાર રીતે સત્તાધારી પક્ષ DMK માં જોડાઈ ગયા છે. જયલલિતાના સૌથી વિશ્વાસુ મનાતા નેતાનું આ રીતે વિરોધી છાવણીમાં જવું એ માત્ર પક્ષપલટો નથી, પરંતુ AIADMK માટે અસ્તિત્વની લડાઈ સમાન બની ગયું છે. ચેન્નાઈમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની હાજરીમાં તેમણે પક્ષનું સભ્યપદ સ્વીકાર્યું હતું. ડીએમકેમાં જોડાયા બાદ ઓપીએસનો આક્રોશ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. તેમણે વર્તમાન AIADMK નેતા એડાપ્પડી કે. પલાનીસ્વામી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, સ્ટાલિન સાચા અર્થમાં લોકોને સુશાસન આપી રહ્યા છે. બીજી તરફ EPS દક્ષિણ તમિલનાડુના કોઈપણ નેતાને મજબૂત થવા દેવા માંગતા નથી. OPS એ વધુમાં ઉમેર્યું કે હવે માત્ર DMK જ દ્રવિડિયન વિચારધારાને બચાવી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પક્ષમાં કોઈ મોટા પદની લાલસામાં નથી આવ્યા, પરંતુ એક સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાઈને પાર્ટીને મજબૂત કરશે.
ઐતિહાસિક રીતે જોઈએ તો, ૨૦૧૬માં અમ્મા એટલે કે જયલલિતાના અવસાન બાદ AIADMK માં જે આંતરિક કલહ શરૂ થયો હતો, આ તેની પરાકાષ્ઠા છે. OPS અને EPS વચ્ચેના સત્તા સંઘર્ષે પાર્ટીને નબળી પાડી હતી અને અંતે OPS ને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. વર્ષો સુધી જે પક્ષ માટે તેમણે સંકટમોચક તરીકે કામ કર્યું, તે જ પક્ષે તેમને હાંકી કાઢતા આખરે તેમણે પોતાની જૂની દુશ્મનાવટ ભૂલીને DMK નો રસ્તો પકડ્યો છે. આ બદલાવથી ખાસ કરીને થેની અને તેની આસપાસના વિસ્તારોમાં AIADMK ના વોટબેંકમાં મોટું ગાબડું પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
