<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

આકાશી નજારો અને ભાગ્યનો ખેલ: ૨૦૨૬નું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના રંગોમાં ભંગ પાડશે કે ચમકાવશે કિસ્મત? જાણો તમારી રાશિ પર શું થશે અસર

૩ માર્ચના રોજ થનારા વર્ષના પહેલા ગ્રહણથી મિથુન અને તુલા સહિત ૪ રાશિઓને લાગશે લોટરી, જ્યારે મકર અને સિંહ રાશિના જાતકોએ ડગલે ને પગલે રાખવી પડશે સાવધાની

રાજકોટ: તા.૨૭: વર્ષ ૨૦૨૬ની શરૂઆત સાથે જ અવકાશી ઘટનાઓની હારમાળા સર્જાવા જઈ રહી છે. આગામી ૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ, એટલે કે હોળીના પવિત્ર તહેવારના બરાબર એક દિવસ પહેલા વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ યોજાવા જઈ રહ્યું છે. જ્યોતિષીય દ્રષ્ટિએ આ ગ્રહણ અત્યંત મહત્વનું માનવામાં આવે છે, કારણ કે તેની સીધી અસર માનવીના મન, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર પડતી હોય છે. મુઝફ્ફરપુરની ધર્મ સમાજ સંસ્કૃત કોલેજના જ્યોતિષ નિષ્ણાત ડૉ. નિગમ પાંડેના જણાવ્યા અનુસાર, આ ગ્રહણ તમામ ૧૨ રાશિઓ માટે મિશ્ર ફળદાયી રહેશે.

આ રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર

ચંદ્રગ્રહણના આ પ્રભાવ હેઠળ ચાર નસીબદાર રાશિઓ - મિથુન, તુલા, વૃશ્ચિક અને મીન માટે સુવર્ણ સમયની શરૂઆત થઈ શકે છે. આ રાશિના જાતકોને અટકેલા નાણાં પરત મળી શકે છે, વેપારમાં વૃદ્ધિ થશે અને પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. ખાસ કરીને તુલા રાશિના લોકો માટે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાની પ્રબળ શક્યતા છે.

આ રાશિઓએ લાલબત્તી ધરવાની જરૂર

બીજી તરફ, ગ્રહણની પ્રતિકૂળ અસરોથી બચવા માટે કેટલીક રાશિઓએ ખાસ તકેદારી રાખવી પડશે. મકર રાશિ ના જાતકો માટે આ સમય પડકારજનક હોઈ શકે છે, જેમાં શારીરિક કષ્ટ કે મુસાફરીમાં વિઘ્ન આવી શકે છે. સિંહ રાશિ માં જ આ ગ્રહણ થતું હોવાથી આ રાશિના લોકોએ માનસિક મૂંઝવણ અને ખોટા નિર્ણયો લેવાથી બચવું જોઈએ. તેમજ કર્ક અને કન્યા રાશિના જાતકોએ આર્થિક લેવડ-દેવડ અને વાણી પર સંયમ રાખવો અનિવાર્ય છે.

રાશિ મુજબ સંભવિત અસરો પર એક નજર:

રાશિ

સંભવિત અસર

ખાસ સલાહ

મેષ

માનસિક તણાવ અને મૂંઝવણ

ઉતાવળમાં નિર્ણય ન લેવો

વૃષભ

સ્વાસ્થ્ય સંબંધી નાની સમસ્યાઓ

ખાનપાનમાં ધ્યાન રાખવું

સિંહ

વિરોધીઓથી પરેશાની

જોખમી રોકાણ ટાળવું

કન્યા

બિનજરૂરી ખર્ચમાં વધારો

બજેટ બનાવીને ચાલવું

કુંભ

દાંપત્ય જીવનમાં ખટરાગ

સંયમ અને વાતચીતથી ઉકેલ લાવો

ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

જ્યોતિષીઓ માને છે કે ગ્રહણ દરમિયાન મંત્ર જાપ અને ધ્યાન કરવાથી નકારાત્મક ઉર્જાથી બચી શકાય છે. આ સમયગાળામાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બીમાર વ્યક્તિઓએ સાવચેતી રાખવી જોઈએ. ગ્રહણ બાદ સ્નાન અને દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.

(3:30 PM IST)