<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં ગરમી વધશેઃ તો જમ્‍મુ કાશ્‍મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા, વરસાદ પડશે

 નવી દિલ્‍હીઃ ગુજરાત સહીત દેશના દ્યણા વિસ્‍તારોમાં હવે ગરમી ધીમે ધીમે વધતી જઈ રહી છે. ખાસ કરીને ઉત્તર પヘમિ ભારતના મેદાની વિસ્‍તારોમાં તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્‍સિયસ સુધીનો વધારો થઈ શકે છે. આ તરફ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આવનારા દિવસોમાં ગરમી વધવાની શક્‍યતા દર્શાવવામાં આવી છે.

 આઇએમડી અનુમાન મુજબ બે પヘમિી વિક્ષેપોના કારણે ૨૭-૨૮ ફેબ્રુઆરી અને ૨ થી ૪ માર્ચ દરમિયાન જમ્‍મુ કાશ્‍મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્‍તારોમાં હળવો વરસાદ અને ઊંચાઈવાળા વિસ્‍તારોમાં હિમવર્ષા થઈ શકે છે. ઉપરાંત ઉપ-હિમાલયન પヘમિ બંગાળ અને સિક્કિમમાં પણ વાવાઝોડા સાથે હળવાથી મધ્‍યમ વરસાદની શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

રાજધાની દિલ્‍હીમાં માર્ચની શરૂઆત સુધી આકાશ મોટાભાગે સ્‍વચ્‍છ રહેવાની ધારણા છે. દિવસ દરમિયાન તાપમાન ૨૯ થી ૩૨ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી શકે છે. સવારે હળવું ધુમ્‍મસ રહેવાની શક્‍યતા છે, પરંતુ દિવસ દરમિયાન તડકો વધુ રહેશે.

(3:46 PM IST)