હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડિજિટલ છેતરપિંડી સામે ભારતનું બ્રહ્માસ્ત્ર: 'સિમ બાઈન્ડિંગ' હવે દરેક મોબાઈલ માટે ફરજિયાત, જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાઇઝિંગ ભારત સમિટમાં કરી મોટી જાહેરાત
ભારત મંડપમ ખાતે નેતાઓ અને ઉદ્યોગપતિઓનો મહાકુંભ: ૨૦૨૬ સુધીમાં 6G સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં ભારતની મોટી ભૂમિકા, હવે મોબાઈલ લક્ઝરી નહીં પણ જરૂરિયાત

નવી દિલ્હી: તા.૨૭: દેશની રાજધાનીમાં આયોજિત 'રાઇઝિંગ ભારત સમિટ ૨૦૨૬' ના પ્રથમ દિવસે ભારતના ડિજિટલ ભવિષ્ય અને સુરક્ષાને લઈને અત્યંત મહત્વના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. 'અંદરની શક્તિ' (Strength Within) થીમ પર આધારિત આ સમિટમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે એક ક્રાંતિકારી સુરક્ષા વ્યવસ્થા - 'સિમ બાઈન્ડિંગ' (SIM Binding) ને ફરજિયાત બનાવવાની ઘોષણા કરી છે.
શું છે સિમ બાઈન્ડિંગ અને કેમ છે જરૂરી?
વધતી જતી નાણાકીય છેતરપિંડી અને સાયબર ગુનાઓને રોકવા માટે હવે સિમ કાર્ડને તે ચોક્કસ મોબાઈલ ઉપકરણ (Device) સાથે ડિજિટલ રીતે જોડી દેવામાં આવશે. મંત્રી સિંધિયાએ જણાવ્યું કે, "સિમ બાઈન્ડિંગ હવે માત્ર પસંદગી નથી, પણ રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના બેંક ખાતાઓને સુરક્ષિત રાખવા માટેની ફરજિયાત જરૂરિયાત છે." આ ટેકનોલોજી દ્વારા જો કોઈ વ્યક્તિ તમારું સિમ કાર્ડ ચોરીને અન્ય મોબાઈલમાં વાપરવાનો પ્રયાસ કરશે, તો નાણાકીય વ્યવહારો આપોઆપ બ્લોક થઈ જશે.
6G ટેકનોલોજીમાં ભારતનો દબદબો
સમિટમાં બોલતા સિંધિયાએ વધુમાં ઉમેર્યું કે ભારત હવે ટેકનોલોજી પાછળ ચાલતો દેશ (Follower) રહ્યો નથી, પરંતુ વિશ્વને રાહ બતાવનાર નેતા (Leader) બની ગયો છે. 6G ટેકનોલોજી માટે ગ્લોબલ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં ભારત આજે દુનિયા સાથે ટેબલ પર બેઠું છે. દેશમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ હવે લક્ઝરી નથી રહી, પણ કરોડો ભારતીયોના સપનાઓને જોડવાનું સાધન બની ગઈ છે.
સેમિકન્ડક્ટર અને AI પર ભાર
આ સમિટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ હાજરી આપી હતી. તેમણે જાહેરાત કરી કે માઈક્રોન પ્રોજેક્ટ બાદ ભારતમાં ટૂંક સમયમાં વધુ બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભારત આગામી સમયમાં વિશ્વમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે પ્રતિભાની અછતને પૂરી કરશે. નાગરિકોની ઓનલાઈન સલામતી માટે ટૂંક સમયમાં 'ડિજિટલ ઈન્ડિયા બિલ' લાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
રાજકીય ગરમાવો અને વિદેશ વેપાર
સમિટમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ ભારત-અમેરિકા વેપાર સોદા અને ગ્લોબલ સાઉથમાં ભારતના વધતા પ્રભાવ વિશે વાત કરી હતી. તેમણે AI સમિટમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનની સખત ટીકા કરતા તેને રાષ્ટ્ર વિરોધી કૃત્ય ગણાવ્યું હતું. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુખ્ય ભાષણ આપવાના છે, જે આગામી દાયકા માટે ભારતના વિકાસનો રોડમેપ રજૂ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
