<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

"હવે મને રોકવા માટે મારી હત્યા જ કરવી પડશે": નિર્દોષ જાહેર થયા બાદ કેજરીવાલનો પીએમ મોદી પર સીધો પ્રહાર

.......દારૂ કૌભાંડના આરોપોમાંથી મુક્ત થયા બાદ AAP સંયોજકે ભાજપ અને કેન્દ્ર સરકાર સામે રણશિંગુ ફૂંક્યું: 600 પાનાના કોર્ટના આદેશને સત્યનો વિજય ગણાવીને પીએમ મોદી અને અમિત શાહ પાસે માંગી માફી

નવી દિલ્હી: કથિત દારૂ કૌભાંડના આરોપોના કેજરીવાલે ન્યાયતંત્રનો હૃદયપૂર્વક આભાર માનતા 600 પાનાના કોર્ટના ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે ભાવુક થતા કહ્યું કે, જે રીતે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વને જેલમાં ધકેલી દેવામાં આવ્યું હતું, તે લોકશાહીની હત્યા સમાન હતું. "મેં જીવનમાં માત્ર ઈમાનદારી કમાઈ છે, અને જ્યારે મારા પર ભ્રષ્ટાચારના ખોટા આરોપો લાગ્યા ત્યારે મારા હૃદય પર જે બોજ હતો, તે આજે ઉતરી ગયો છે," તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે કોર્ટે પણ સ્વીકાર્યું છે કે કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા નથી. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ કોઈ કૌભાંડ નહોતું, પરંતુ AAPને ખતમ કરવાનું એક સુનિયોજિત કાવતરું હતું જેના માટે પીએમ મોદીએ દેશની માફી માંગવી જોઈએ.

પોતાના મૌન પાછળનું કારણ સ્પષ્ટ કરતા કેજરીવાલે જણાવ્યું કે તેઓ કોઈ રીઢા રાજકારણી નથી કે જેમના પર આરોપોની અસર ન થાય. જેલવાસ દરમિયાન પોતાના પરિવારની થયેલી મજાક અને ચારિત્ર્ય હનનથી તેઓ વ્યથિત હતા, તેથી જ તેમણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી કોર્ટ તેમને 'કટ્ટર ઈમાનદાર' સાબિત ન કરે ત્યાં સુધી તેઓ જનતાની સામે મજબૂત રીતે નહીં આવે. હવે જ્યારે સત્ય બહાર આવ્યું છે, ત્યારે તેમણે હુમલાવર તેવર અપનાવી ભાજપને પડકાર ફેંક્યો છે કે તેઓ ગમે તેટલા કાવતરાં કરી લે, પણ જનતા માટે કામ કરવાનું તેમનું જુનૂન અટકશે નહીં. આ આખો મામલો આગામી ચૂંટણીઓમાં મોટો મુદ્દો બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

 

 

(5:57 PM IST)