<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

રાજસ્થાન સરકારે માઉન્ટ આબુ સહિત ત્રણ શહેરના નામ બદલ્યા :માઉન્ટ આબુનુ નામ બદલીને આબુરાજ કરાયું

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ માઉન્ટ આબુનું નામ બદલીને અબુ રાજ અને જહાજપુરનું નામ બદલીને યજ્ઞપુર અને કામનનું નામ બદલીને કામવન કરવાની જાહેરાત કરી.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી. અહેવાલો અનુસાર, રાજસ્થાનના ત્રણ શહેરોના નામ બદલવામાં આવશે. શર્માએ માઉન્ટ આબુનું નામ બદલીને અબુ રાજ અને જહાજપુરનું નામ બદલીને યજ્ઞપુર કરવાની જાહેરાત કરી. તેમણે વિધાનસભામાં કામનનું નામ બદલીને કામવન કરવાની પણ જાહેરાત કરી. હતી 

મુખ્યમંત્રીએ કહ્યું કે લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુ હવે અબુ રાજ તરીકે ઓળખાશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે જહાજપુર હવે યજ્ઞપુર તરીકે ઓળખાશે, અને કામાનું નામ બદલીને કામવાન રાખવામાં આવ્યું છે.

 

(8:14 PM IST)