હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેંગલુરુમાં 'એપ્સટિન' જેવું ભયાનક સેક્સ સ્કેન્ડલ: IPS અધિકારીના વિલામાં ચાલતું હતું પાપનું સામ્રાજ્ય, પ્રભાવશાળી લોકો સામે 19 યુવતીઓના ચોંકાવનારા નિવેદનો
પ્રેમની જાળ, ડ્રગ્સ અને બ્લેકમેલ: પ્રતિષ્ઠિત કોલેજની શ્રીમંત પરિવારની છોકરીઓને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ, હની-ટ્રેપની ફરિયાદ કરવા ગયેલી યુવતીએ ખોલ્યું રહસ્યોનું પોટલું

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં અમેરિકાના કુખ્યાત 'એપ્સટિન સેક્સ સ્કેન્ડલ' જેવી જ એક શરમનાક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મલ્લેશ્વરમ અને અમૃતહલ્લી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ બાદ એવા પુરાવા મળ્યા છે કે જ્યાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વગદાર લોકો કોલેજની યુવતીઓનું જાતીય શોષણ કરતા હતા. આ કેસમાં ખાસ કરીને એક IPS અધિકારીના વિલાની કડી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
કેવી રીતે ફસાવવામાં આવતી હતી યુવતીઓ?
આ રેકેટનો મુખ્ય સૂત્રધાર નિખિલ નામનો શખ્સ છે, જે હાસન જિલ્લાનો વતની છે અને બેંગલુરુમાં સેકન્ડ હેન્ડ કારનો શોરૂમ ચલાવે છે. નિખિલે 'લવ જેહાદ' જેવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. તેની ગેંગમાં સામેલ ૩-૪ યુવકો સોશિયલ મીડિયા દ્વારા પ્રતિષ્ઠિત કોલેજોની સમૃદ્ધ પરિવારની છોકરીઓને પ્રેમની જાળમાં ફસાવતા હતા. ત્યારબાદ તેમને પાર્ટીના બહાને વિલામાં લઈ જવામાં આવતી હતી. જો કોઈ યુવતી સંબંધ બાંધવા ના પાડે તો તેને ડ્રગ્સ (કેટામાઇન) આપીને બેભાન કરી તેની સાથે ગેંગરેપ કરવામાં આવતો અને તેના વાંધાજનક વીડિયો બનાવી લેવામાં આવતા હતા.
IPS અધિકારીનો વિલા અને પ્રખ્યાત હસ્તીઓના નામ
તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્યો એક IPS અધિકારીના વિલામાં થતા હતા. જોકે, અધિકારીનો દાવો છે કે તેમણે આ વિલા ભાડે આપ્યો હતો, પરંતુ તેમનું નામ પણ શંકાના દાયરામાં છે. બ્લેકમેલ કર્યા બાદ આ છોકરીઓને શહેરના 'પ્રતિષ્ઠિત લોકો' અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે મોકલવામાં આવતી હતી. શુક્રવારે આશરે ૧૯ જેટલી કોલેજની યુવતીઓએ હિંમત દાખવી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ પોતાના નિવેદનો નોંધાવ્યા છે અને અનેક મોટા માથાઓના નામ ઉજાગર કર્યા છે.
વેલેન્ટાઇન ડે પર થયેલો અત્યાચાર
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ૧૪ ફેબ્રુઆરીએ એક યુવતીને ડિક્સેન સાન્દ્રા નામના શખ્સે પાર્ટી માટે આમંત્રણ આપી વિલામાં બોલાવી હતી. ત્યાં તેને જબરદસ્તી ગુલાબી રંગની ડ્રગ્સની ગોળી આપીને બેભાન કરી દેવામાં આવી હતી. ભાનમાં આવ્યા બાદ યુવતીએ પોતાની સાથે થયેલા અત્યાચારની વાત ભાઈને કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી. આશ્ચર્યની વાત એ છે કે, આરોપીઓએ ઉલટાનું યુવતી પર 'હની-ટ્રેપ'નો ખોટો કેસ કરવાની કોશિશ કરી હતી, પરંતુ યુવતીએ મક્કમ રહી તમામ પુરાવા પોલીસને સોંપ્યા હતા.
તપાસ પર વરિષ્ઠ અધિકારીઓનું દબાણ
વિનય માધવ ગૌડાના અહેવાલ મુજબ, આ કેસમાં અનેક મોટા નામો સંડોવાયેલા હોવાથી તપાસ અધિકારીઓ પર સતત દબાણ આવી રહ્યું છે. કેટલાક વરિષ્ઠ અધિકારીઓ નિખિલ અને તેની ગેંગ પ્રત્યે નરમ વલણ અપનાવવા દબાણ કરી રહ્યા છે. છતાં, ૧૯ યુવતીઓના નિવેદનોએ આ રેકેટના મૂળિયા હચમચાવી દીધા છે.
આ ઘટનાએ બેંગલુરુ જેવા મેટ્રો સિટીમાં કોલેજ જતી યુવતીઓની સુરક્ષા અને પોલીસ તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
