હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેજરીવાલની ‘અગ્નિપરીક્ષા’ પૂરી: કોર્ટે ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, જેલના દિવસોનો હિસાબ જાણી સ્તબ્ધ થઈ જશો!
રાઉઝ એવન્યુ કોર્ટની સીબીઆઈને લપડાક: તપાસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ અને ૫૪૯ પાનાનો ઐતિહાસિક ચુકાદો : વિજય નાયરે સૌથી વધુ ૬૫૮ દિવસ જેલમાં વિતાવ્યા

નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસીના નામે ચાલેલા વર્ષો લાંબા રાજકીય અને કાનૂની ડ્રામાનો આખરે અંત આવ્યો છે, અને તે પણ આમ આદમી પાર્ટી (AAP) માટે એક મોટી જીત સાથે. રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કે. કવિતા સહિત તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર કરીને તપાસ એજન્સી સીબીઆઈના પાયા વગરના આરોપોની હવા કાઢી નાખી છે. ૫૪૯ પાનાના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે દારૂ નીતિમાં કોઈ ગેરરીતિ થઈ હોવાના પુરાવા મળ્યા નથી. ચુકાદો સાંભળતા જ કેજરીવાલ ભાવુક થઈને રડી પડ્યા હતા અને તેમની પ્રામાણિકતાના શપથ લીધા હતા. જોકે, સીબીઆઈએ હાઈકોર્ટમાં ધા નાખી છે, પણ હાલમાં તો 'આપ' ના છાવણીમાં દિવાળી જેવો માહોલ છે.
આ કેસમાં નિર્દોષ છૂટેલા નેતાઓએ જે કિંમત ચૂકવી છે તે આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે. 'આપ' ના પૂર્વ સંચાર વડા વિજય નાયરે સૌથી વધુ ૬૫૮ દિવસ એટલે કે લગભગ ૨૩ મહિના જેલના સળિયા પાછળ વિતાવ્યા છે. દિલ્હીના શિક્ષણ મોડલના પ્રણેતા મનીષ સિસોદિયાએ ૫૧૦ દિવસ (૧૭ મહિના) જેલમાં કાઢ્યા, જે તેમના જીવનનો સૌથી કપરો સમય હતો. ખુદ અરવિંદ કેજરીવાલ ૧૭૭ દિવસ જેલમાં રહ્યા, જ્યારે સંજય સિંહે ૧૮૧ દિવસ અને દક્ષિણના નેતા કે. કવિતાએ ૧૫૦ દિવસ જેલવાસ ભોગવ્યો. આ નેતાઓએ ગુના વગર જે સજા ભોગવી છે, તે હવે જનતાની સહાનુભૂતિમાં બદલાશે કે કેમ તે જોવું રહ્યું.
રાજકીય પંડિતો માની રહ્યા છે કે આ ચુકાદો આમ આદમી પાર્ટી માટે સંજીવની સમાન સાબિત થશે. દારૂ કૌભાંડના કલંકને કારણે ગત ચૂંટણીઓમાં જે નુકસાન થયું હતું, તેને ભરપાઈ કરવા માટે કેજરીવાલે હવે રણશિંગુ ફૂંક્યું છે. તેમણે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે જો ભાજપમાં હિંમત હોય તો દિલ્હીમાં અત્યારે જ ચૂંટણી કરાવે, જો તેઓ ૧૦ થી વધુ બેઠકો જીતી જશે તો કેજરીવાલ રાજકારણ છોડી દેશે. કોર્ટના આ આદેશથી કેજરીવાલને નૈતિક બળ મળ્યું છે, અને હવે તેઓ આગામી ચૂંટણીઓમાં આ 'ક્લીન ચિટ' ને હથિયાર બનાવીને ભાજપ પર આક્રમક પ્રહારો કરવા માટે સજ્જ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
