હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દક્ષિણના સુપરસ્ટાર અને TVK ચીફ વિજયના લગ્નજીવનમાં ભૂકંપ: પત્ની સંગીતાએ છૂટાછેડાની અરજી કરી, અભિનેત્રી સાથેના સંબંધોનો લગાવ્યો ગંભીર આરોપ
ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હાઈ-પ્રોફાઈલ કેસ: ૨૦૨૬ની ચૂંટણી પહેલા વિજયની રાજકીય સફર પર અંગત વિવાદના વાદળો, ફેન્સ અને સમર્થકોમાં ભારે ચર્ચાઓ

ચેન્નાઈ: તમિલનાડુના લોકપ્રિય અભિનેતા અને 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) પક્ષના સ્થાપક 'થલાપતિ' વિજયનું પારિવારિક જીવન અત્યારે કપરા વળાંક પર આવી ગયું છે. વિજયની પત્ની સંગીતાએ ચેન્નાઈની નજીક આવેલી ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે. આ અરજીમાં સંગીતાએ વિજય પર એક જાણીતી અભિનેત્રી સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે, જેના કારણે દક્ષિણ ભારતની રાજકીય અને ફિલ્મી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.
વિજય અને સંગીતાની પ્રેમકથા કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નહોતી. શ્રીલંકન તમિલ મૂળની સંગીતા લંડનમાં રહેતી હતી અને વિજયની પ્રશંસક હતી. ૧૯૯૬માં તે વિજયને મળવા લંડનથી ચેન્નાઈ આવી હતી. વિજય તેનાથી પ્રભાવિત થયો અને ૧૯૯૯માં બંનેએ ભવ્ય લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સંગીતાએ હંમેશા વિજયના પરિવાર અને બાળકોની સંભાળ રાખીને મીડિયાથી અંતર જાળવ્યું હતું. આ દંપતીને બે બાળકો, જેસન સંજય અને દિવ્યા શાશા છે.
વિજયે ફેબ્રુઆરી ૨૦૨૪માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ફિલ્મોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નીતીશ કુમારના અહેવાલ મુજબ, જ્યારે વિજય ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને સામાજિક મૂલ્યોની વાત કરી રહ્યા છે, ત્યારે તેમના અંગત જીવનમાં ઉઠેલા આ વાવાઝોડાને કારણે વિરોધ પક્ષોને પણ આક્ષેપ કરવાની તક મળી શકે છે.
સંગીતાએ છૂટાછેડાના આધાર તરીકે 'એક્સ્ટ્રા મેરિટલ અફેર'ને મુખ્ય કારણ ગણાવ્યું છે. અત્યાર સુધી વિજય કે તેમના પક્ષ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. રાજ્યભરમાં વિજયના લાખો સમર્થકો આ સમાચારથી આઘાતમાં છે. જો આ વિવાદ વકરશે, તો તેની સીધી અસર આગામી ચૂંટણીના પરિણામો અને વિજયની 'જન નાયક' તરીકેની છબી પર પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
