<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

દુનિયાના નકશા પરથી પાકિસ્તાનનું નામ મિટાવી દઈશું! તાલિબાન મંત્રી હક્કાનીની સીધી યુદ્ધની ધમકી

ખોસ્તમાં શુક્રવારની નમાજ બાદ સિંહગર્જના: 'જો એક દિવસ પણ જંગ ખેલાયો તો પાકિસ્તાનનું ભૂગોળ બદલાઈ જશે'

કાબુલ: દક્ષિણ એશિયાના ભૂરાજકીય સમીકરણો અત્યારે વિસ્ફોટક સ્થિતિમાં પહોંચી ગયા છે. અફઘાનિસ્તાનના શક્તિશાળી ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ પાકિસ્તાનને પાયમાલ કરી દેવાની ખુલ્લી ધમકી આપીને ખળભળાટ મચાવી દીધો છે. ખોસ્તમાં શુક્રવારની નમાજ બાદ હજારોની મેદનીને સંબોધતા હક્કાનીએ ગર્જના કરી હતી કે જો પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નહીં આવે અને યુદ્ધ થોપાશે, તો અફઘાન લડવૈયાઓ માત્ર એક જ દિવસમાં પાકિસ્તાનનો નકશો બદલી નાખવાની તાકાત રાખે છે. તેમણે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરને આડેહાથ લેતા કહ્યું કે અફઘાન લોકોએ બ્રિટિશરો અને નાટો જેવી મહાસત્તાઓને ધૂળ ચટાડી છે, તેથી પાકિસ્તાન પોતાના પૂર્વજોના ઈતિહાસમાંથી પાઠ ભણે તે હિતાવહ છે.

સરહદ પરની સ્થિતિ હવે માત્ર નિવેદનો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ છે. ગઈકાલ રાતથી જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાની દળો વચ્ચે સામસામે ભારે ગોળીબાર અને હવાઈ હુમલાઓ શરૂ થઈ ગયા છે. પાકિસ્તાને કાબુલ અને કંદહારના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને એરસ્ટ્રાઈક કરી હોવાના અહેવાલ છે, જેના વળતા પ્રહારમાં તાલિબાન દળોએ પાકિસ્તાની સરહદી ચોકીઓ પર તોપમારો તેજ કર્યો છે. બંને દેશો એકબીજા પર આક્રમણના ગંભીર આરોપો લગાવી રહ્યા છે, જેના કારણે ડુરન્ડ લાઇન (સરહદ) પર રહેતા હજારો પરિવારોમાં ફફડાટ ફેલાયો છે અને તેઓ પલાયન કરવા મજબૂર બન્યા છે.

બીજી તરફ, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આ યુદ્ધ માટે તાલિબાન શાસનને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે ઇસ્લામાબાદની ધીરજ હવે ખૂટી ગઈ છે. પાકિસ્તાને વર્ષો સુધી અફઘાન શરણાર્થીઓને આશરો આપ્યો, પરંતુ બદલામાં તેમને માત્ર આતંકવાદ અને સરહદી વિવાદો મળ્યા છે. સંરક્ષણ મંત્રીના મતે નાટોના ગયા પછી શાંતિની અપેક્ષા હતી, પરંતુ હવે સ્થિતિ સીધા યુદ્ધ તરફ વળી ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરની ખેંચતાણ વચ્ચે ચીન અને રશિયા જેવા પડોશી દેશો પણ ચિંતિત છે, કારણ કે જો આ બે ઈસ્લામિક દેશો વચ્ચે પૂર્ણ 

(10:11 PM IST)