<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

યુદ્ધની ભીતિ વચ્ચે વૈશ્વિક બજારોમાં મોટું ગાબડું: રોકાણકારોમાં ફફડાટ: ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ૯૦૦થી વધુ પોઈન્ટ્સ ગગડ્યો, સોના-ચાંદીમાં તેજીના સંકેત

મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની સીધી અસર આર્થિક જગત પર જોવા મળી રહી છે. આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાયો હતો, જેમાં સેન્સેક્સ ૯૬૧ પોઈન્ટ્સ અને નિફ્ટી ૩૧૭ પોઈન્ટ્સ નીચે સરક્યા હતા.
આર્થિક નિષ્ણાતોના મતે જો યુદ્ધ ફાટી નીકળશે તો ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચશે અને સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં ભારે ઉછાળો આવી શકે છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના રૂટ બદલાવાને કારણે મુસાફરી મોંઘી અને વિલંબિત થવાની શક્યતા છે. ખાસ કરીને ગલ્ફ દેશો અને યુરોપ તરફ જતી ફ્લાઈટ્સ પર તેની માઠી અસર પડી શકે છે.

 

(12:20 AM IST)