<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ઈઝરાયેલે ભૂગર્ભ આશ્રયસ્થાનો ખોલ્યા: એક મહિના સુધી ચાલે તેવી યુદ્ધની તૈયારી: હોસ્પિટલોને અંડરગ્રાઉન્ડ શિફ્ટ થવા સૂચના: જનતાને સાવધ રહેવા આદેશ: ન્યુઝ ફર્સ્ટ*


જેરુસલેમ: ઈરાન સાથેના સંભવિત સંઘર્ષને પહોંચી વળવા ઈઝરાયેલ સરકારે દેશના તમામ મુખ્ય શહેરોમાં ભૂગર્ભ આશ્રયસ્થાનો (શેલ્ટર્સ) ખોલવાના આદેશ આપ્યા છે.
આરોગ્ય મંત્રાલયે હોસ્પિટલોને સૂચના આપી છે કે તેઓ દર્દીઓની સારવાર માટે અંડરગ્રાઉન્ડ સેન્ટર્સ તૈયાર રાખે. ઈઝરાયેલની હોસ્પિટલો હાલમાં એક મહિના સુધી ચાલે તેવા લાંબા ગાળાના યુદ્ધની તૈયારી કરી રહી છે.
તેલ અવીવ અને બીઅર શેવા જેવા શહેરોમાં જાહેર આશ્રયસ્થાનો સક્રિય કરી દેવામાં આવ્યા છે, જેથી નાગરિકો કોઈપણ હુમલાના સમયે સુરક્ષિત રહી શકે.

 

(12:22 AM IST)