<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 961 પોઈન્ટના કડાકા સાથે ધરાશાયી, નિફ્ટીએ 25,200 ની મહત્વની સપાટી ગુમાવી

વૈશ્વિક મંદી અને વેચવાલીના દબાણે દલાલ સ્ટ્રીટમાં મચાવ્યો હાહાકાર: રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા, આઈટી અને બેન્કિંગ શેરોમાં સૌથી મોટું ગાબડું

મુંબઈ:ભારતીય શેરબજાર માટે સપ્તાહનો અંતિમ દિવસ અત્યંત નિરાશાજનક રહ્યો છે. શુક્રવારે બજાર ખૂલતાની સાથે જ શરૂ થયેલી વેચવાલીએ દિવસના અંત સુધીમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટીને બંધ રહ્યો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25,200 ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડીને નીચે ઉતરી આવ્યો છે.
 આજના કારોબારમાં બજારમાં ભાગ્યે જ કોઈ એવું સેક્ટર હતું જે લીલા નિશાનમાં રહ્યું હોય. ખાસ કરીને આઈટી, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં રોકાણકારોએ ભારે નફો બુક કર્યો હતો. નિષ્ણાતોના મતે, યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેના અનિશ્ચિત સંકેતો અને એશિયન બજારોમાં જોવા મળેલી નરમાશની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી હતી.
બજારમાં આવેલા આ તોતિંગ ઘટાડાને કારણે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. રિયા દુબેના અહેવાલ મુજબ, સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરોમાં પણ ગાબડાં પડવાને કારણે રિટેલ રોકાણકારોના પોર્ટફોલિયો લાલ ચટાક થઈ ગયા છે. સેન્સેક્સના ઘટાડાથી રોકાણકારોમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
 બજારના જાણકારો માને છે કે નિફ્ટી માટે ૨૫,૦૦૦ ની સપાટી હવે અત્યંત મહત્વનો ટેકો સાબિત થશે. જો આગામી સપ્તાહમાં બજાર આ સપાટી જાળવી રાખવામાં નિષ્ફળ રહેશે, તો વધુ ઘટાડો જોવા મળી શકે છે. જોકે, લાંબા ગાળાના રોકાણકારો માટે આ ઘટાડો બ્લુ-ચિપ શેરોમાં એન્ટ્રી લેવાની તક પણ હોઈ શકે છે

(10:09 PM IST)