હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 28th February 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ નિશ્ચિતપણે તોળાઈ રહ્યું છે: ઈઝરાયેલમાં હાઈ એલર્ટ: અમેરિકી એરક્રાફ્ટ કેરિયર જેરાલ્ડ ફોર્ડ ઈઝરાયેલ પહોંચ્યું, દૂતાવાસ ખાલી કરવા આદેશ: ન્યુઝ ફર્સ્ટ
અમેરિકી રાજદૂત માઈક હકાબીએ સ્ટાફને ઈમેલ કરીને જણાવ્યું છે કે જેઓ જવા ઈચ્છતા હોય તેઓ આજે જ ફ્લાઈટ પકડી લે: આગામી દિવસોમાં વિમાની સેવાઓ અનિશ્ચિત બની શકે છે

તેલ અવીવ: મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. અમેરિકાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર જેરાલ્ડ ફોર્ડ ઈઝરાયેલના કિનારે પહોંચી ગયું છે. અમેરિકી વાયુસેના દ્વારા ઈરાન પર સંભવિત હુમલાની તૈયારીઓ રૂપે મોટા પાયે સૈન્ય જમાવડો કરવામાં આવ્યો છે.
સાવચેતીના ભાગરૂપે અમેરિકાએ ઈઝરાયેલમાં રહેલા તેના બિન-જરૂરી દૂતાવાસ સ્ટાફ અને તેમના પરિવારોને તાત્કાલિક દેશ છોડવા આદેશ આપ્યો છે.
અમેરિકી રાજદૂત માઈક હકાબીએ સ્ટાફને ઈમેલ કરીને જણાવ્યું છે કે જેઓ જવા ઈચ્છતા હોય તેઓ આજે જ ફ્લાઈટ પકડી લે, કારણ કે આગામી દિવસોમાં વિમાની સેવાઓ અનિશ્ચિત બની શકે છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
