<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

આઇપીએલ હવે ૨૮ માર્ચથી શરૂ થશે!

જો કે ફાઇનલ ૩૧ મેના રોજ રમાશે, અંતિમ નિર્ણય બાકી

નવી દિલ્‍હીઃ માર્ચના અંતથી શરૂ થતી આઇપીએલ ૨૦૨૬ની સિઝન બે દિવસ મોડી શરૂ કરવામાં આવે તેવા સંકેત છે. ત્‍ભ્‍ન્‍ની ૧૯મી સિઝન પહેલાના કાર્યક્રમ મુજબ ૨૬ માર્ચના રોજ શરૂ થવાની હતી. તેની જગ્‍યાએ હવે ૨૮ માર્ચે શરૂ થાય તેવી શક્‍યતાઓ છે. જો કે હજુ સુધી બીસીસીઆઇ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પણ આવતા અઠવાડિયામાં આઇપીએલ ગવર્નિગ કાઉંસિલની મિટિગમાં નિર્ણય લેવાઈ શકે છે.

અબૂ ધાબીમાં યોજાયેલી આઇપીએલ હરાજી દરમિયાન બીસીસીઆઇએ એલાન કર્યું હતું કે નવી સિઝન ૨૬ માર્ચથી શરૂ થશે. પરંતુ ૩૦ દિવસ પહેલા બીસીસીઆઇએ તેને ૨ દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેતા ચાલુ વર્ષની આઇપીએલ હવે ૨૮ માર્ચના રોજ શરૂ થશે તેવો દાવો છે.

જો કે ફાઈનલની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. ફાઈનલ મેચ ૩૧ મેના રોજ જ રમાડવામાં આવશે. ઇએસપીએન-ક્રિકઇન્‍ફોના રિપોર્ટ મુજબ આવનારા સપ્તાહમાં આઈપીએલ ગવર્નિગ કાઉંસિલની બેઠક થશે જેમાં આ નિર્ણય અને ટુર્નામેન્‍ટના સંપૂર્ણ શિડ્‍યુઅલ પર ઔપચારિક મંજૂરી મારવામાં આવશે

(9:49 AM IST)