<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

બાડમેરમાં ભયાનક અકસ્‍માતઃ સ્‍લીપર બસ ચકનાચૂર થઈ ગઈઃ ૭ લોકોના મોત

દુર્ઘટના બાદ હાઈવે પર લાંબો જામ લાગી ગયોઃ બંને તરફ વાહનોની લાઈનો લાગી ગઈ હતી

બાલોતરા તા.૨૮: બાલોતરા જિલ્‍લાના સરવડી ગામ નજીક નેશનલ હાઈવે પર એક એવો રોડ અકસ્‍માત થયો, જેણે આખા વિસ્‍તારને હચમચાવી નાખ્‍યો. ફુલ સ્‍પીડે આવી રહેલી એક સ્‍લીપર બસ આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ભયંકર રીતે અથડાઈ. આ ટક્કર એટલી જબરદસ્‍ત હતી કે બસ ચકનાચૂર થઈ ગઈ. દુર્ઘટના બાદ જે દ્રશ્‍યો સામે આવ્‍યા છે, તે જોઈ ત્‍યાં હાજર લોકો પણ ધ્રુજી ગયા હતા.

પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, બસની ટક્કર એટલી તેજ હતી કે કેટલાય મુસાફરો પોતાની સીટ પરથી ઉછળી ગયા હતા. સ્‍લીપરની અંદર ફસાયેલા લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા હતા. અમુકની લાશ બસની અંદર લટકતી દેખાઈ હતી. શરુઆતી જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં અત્‍યાર સુધીમાં ૭ લોકોના ઘટનાસ્‍થળે જ મોત થઈ ગયા છે. જ્‍યારે અમુક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આવા સમયે મૃતકોની સંખ્‍યા હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.

દુર્ઘટના બાદ હાઈવે પર લાંબો જામ લાગી ગયો. બંને તરફ વાહનોની લાઈનો લાગી ગઈ હતી. થોડી વાર તો લોકોને પણ સમજાયું નહીં કે શું થયું છે. ઘટનાસ્‍થળ પર ચીસોથી માહોલ ગમગીન બની ગયો હતો. સૂચના મળતા જ સ્‍થાનિક પોલીસ ઘટનાસ્‍થળે આવી પહોંચી. પોલીસે તરત બચાવ કાર્ય શરુ કર્યું. ઘાયલોને બહાર કાઢી સારવાર માટે મોકલી દીધા. સાથે જ મૃતકોને પણ બહાર કાઢવામાં આવ્‍યા હતા.

હાલમાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. દુર્ઘટનાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. પણ શરુઆતી તપાસમાં માનવામાં આવે છે કે આ ટક્કર ખૂબ જ ઝડપી હતી. જે બાદ બસ ચકનાચૂર થઈ ગઈ.

(9:51 AM IST)