હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પરિવારને અંધારામાં રાખી સાળી બનેવી સાથે ભાગી ગઈ
નાની બહેને મોટી બહેનનું ઘર ભાંગ્યું: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો : નાની બહેને પોતાની મોટી બહેનના ઘરમાં ભંગાણ પાડી પોતાના બનેવીના પ્રેમમાં ફસાઈને ઘરેથી ભાગી ગઈ

ગોંડા,તા.૨૮: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવતીએ પોતાની સગી બહેનના ઘરમાં ભંગાણ પાડ્યું. સામે બે બાળકોના પિતા અને બનેવી પોતાની સગી સગીર સાળીને લઈને ભાગી ગયો. બાઈક પર જાન જવાની જગ્યાએ બનેવી રાજેશ કુમાર દૂબે પોતાની ૧૬ વર્ષની સાળીને બાઈક પર બેસાડીને ગાયબ થઈ ગયો. જિલ્લાના તરબગંજ વિસ્તારના એક ગામમાં આ જ વિસ્તારમાં આવેલા મુંડેરવા ગામના રહેવાસી રાજેશ દૂબેના લગ્ન થયા હતા
ગત ૨૪ ફેબ્રુઆરીના રોજ રાજેશના સાસરિયામાં લગ્ન થવાના હતા અને જાનની તૈયારીઓ ચાલી રહી હતી. બધા લોકો જાનમાં જવા માટે નીકળી ચૂક્યા હતા. પણ રાજેશ થોડે દૂર જઈને પાછો આવી ગયો અને પોતાની સાળીને લઈને રફુચક્કર થઈ ગયો. બધા જાનૈયા જ્યારે પહોંચ્યા તો રાજેશ કુમાર દૂબે ક્યાંય દેખાયો નહીં તો તેની શોધખોળ શરુ કરી. લોકોએ ફોન કર્યો તો પહેલા તો રિસીવ ન કર્યો અને પછી તો ફોન સ્વિચ ઓફ કરી દીધો. આ બાજુ પરિવારના લોકોને પણ સાળી ગાયબ થઈ હોવાની સૂચના મળી ગઈ.
બીજા દિવસે જ્યારે પરિવારના લોકો લગ્નનો કાર્યક્રમ પૂર્ણ કરી ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારે ઘરે પહોંચ્યા તો પરિવારના લોકોએ જણાવ્યું કે, ૧૬ વર્ષિય છોકરી તેના બનેવી રાજેશ કુમાર દૂબેની બાઈક પર બેસીને ભાગી ગઈ. આટલું સાંભળતા જ પરિવાર પોતાના જમાઈ રાજેશના ઘરે પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો તેની પત્ની અને બે બાળકો સિવાય કોઈ હતું નહીં. ત્યાર બાદ પીડિત પિતાએ પોતાની મોટી દીકરીને આ સમગ્ર ઘટનાની જાણકારી આપી. જેને સાંભળતા જ મોટી બહેન માથે આભ ફાટી પડ્યું.
૨ દિવસ સુધી તો પરિવારના લોકોએ લોકલાજના કારણે આખી ઘટના છુપાવી રાખી. પણ જ્યારે છોકરી ક્યાંય મળી નહીં તો પછી શુક્રવારે મોડી રાતે તરબગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદ નોંધી લીધા બાદ બંનેને શોધવા માટે પોલીસે એક ટીમ બનાવી છે. હાલમાં પોલીસ બંનેને શોધવાની તજવીજ હાથ ધરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
