<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

મેટ્રિમોનિયલ સાઈટ્‍સ થકી જાળ પાથરી યુવતીઓનું જાતીય શોષણ કરી લાખો પડાવ્‍યા

ઈસરોના વિજ્ઞાની, પીડબલ્‍યુડી ઓફિસરનો સ્‍વાંગ રચ્‍યો : એક ડઝનથી વધુ ઉપનામોનો ઉપયોગઃ યુવતીઓ પાસેથી પડાવેલા પૈસા ગોવા કેસિનો સહિત મોજશોખમાં ઉડાવ્‍યા

મુંબઈ,તા.૨૮: ઈસરોના વૈજ્ઞાનિક અને પીડબ્‍લ્‍યુડી અધિકારી હોવાનો દાવો કરીને અનેક મહિલાઓને લગ્નનું વચન આપીને ૮૯.૪૦ લાખની છેતરપિંડી અને જાતીય શોષણ કરનારા ૩૪ વષીય યુવકની નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્‍ચે ધરપકડ કરી છે.મેટ્રોમોનિયલ સાઇટ્‍સ દ્વારા યુવતીઓને શિકાર બનાવતો હતો..પૈસાનો ઉપયોગ ગોવામાં કેસિનો સહિત વૈભવી જીવનશૈલી માટે કયો હતો

પોલીસના એક નિવેદનમાં જણાવાયું છે કે અલીબાગના રહેવાસી આદર્શ પ્રશાંત મ્‍હાત્રેએ જુદી જુદી પ્રચલિત મેટ્રિમોનિયલ સાઇટ્‍સ દ્વારા એન્‍જિનિયર અને ડોક્‍ટર સહિત ઉચ્‍ચ શિક્ષિત યુવતીઓને લલચાવવા માટે એક ડઝનથી વધુ ઉપનામોનો ઉપયોગ કયો હતો.તેણે યુવતીઓ સાથે કુલ ૮૯.૪૦ લાખ રૂપિયાની છેતરપિડી કરી હોવાની શંકા છે. ઈસરો અને જાહેર બાંધકામ વિભાગના નકલી ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને મ્‍હાત્રેએ મેટ્રિમોનિયલ સાઇટ્‍સ પર એકાઉન્‍ટ્‍સ બનાવ્‍યા હતા અને ફાઈવ-સ્‍ટાર હોટલની મુલાકાતો સહિત વૈભવી જીવનશૈલી દર્શાવતા ફોટા અપલોડ કર્યા હતા.આરોપી લગ્નના બહાને યુવતીઓ સાથે સંબંધ સ્‍થાપિત  પોલીસ નિવેદનમાં જણાવાયું છે. કરતો હતો. ત્‍યારબાદ તે પીડિતાને પ્રોપટીમાં રોકાણ કરવા માટે પૂર્વ-મંજૂર પર્સનલ લોન લેવા દબાણ કરતો હતો. લોનની રકમ તેના ખાતામાં ટ્રાન્‍સફર થઈ જાય પછી તે નાસી જતો હતો. તે પીડિતાનું જાતીય શોષણ કરતો હતો,એમ પોલીસ નિવેદનમાં જણાવાયું છે.

(10:15 AM IST)