News of Saturday, 28th February 2026
એક જ સામાન મોકલવા માટે બેથી ત્રણ ઈ-વેબિલ બનાવનારને GSTની નોટીસ
જીએસટીના કાયદાની અજ્ઞાનતાથી કરેલી ભૂલનું પરિણામ : કોરોના દરમિયાન ઈ વેબિલ બેથી ત્રણ વખત બનાવવામાં આવ્યાની સમસ્યા

નવી દિલ્હી,તા.૨૮: જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે વેપારીઓને તેની પુરતી જાણકારી નહોતી. તેના કારણે કરવામાં આવેલી ભુલનો હિસાબ વેપારીએ હવે આપવો પડે તેવી સ્થિતીનુ નિર્માણ થયું છે. કારણ કે એક જ વસ્તુ મોકલવા માટે વેપારીઓએ શરુઆતમાં બેથી ત્રણ વખત ઈ વેબિલ બનાવ્યા હતા. એક જ વસ્તુના બેથી ત્રણ વખત ઇ વેબિલ બનાવ્યા હોવાના લીધે વેપારીએ ટેક્સ ચોરી કરી હોવાની ગણતરી કરીને જીએસટી વિભાગે હજજારો વેપારીઓને નોટીસ મોકલી છે. આ નોટીસ મળતા વેપારીઓએ કરેલી ભુલનો જવાબ આપવાની સ્થિતીનુ નિર્માણ થયું છે. માણ થયું ?
કોરાના કાળ દરમિયાન પણ એવી સ્થિતી ઉભી થઈ હતી કે કેટલાક રાજ્યોમાં લોકડાઉન હતું. જ્યારે કેટલીક જગ્યા પરથી અશંતઃ લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું હતુ. તેના લીધે માલ જ્યારે મોકલવામાં આવ્યો હોય અને અડધા રસ્તે પહોંચે ત્યાં ઈ વેબિલની મર્યાદા પુરી થઈ ગઈ હોય છે. આ કારણોસર વેપારીએ ફરીથી ઈ વેબિલ બનાવવાની સ્થિતી ઉભી થતી હોય છે. પરંતુ આવી તમામ બાબતોને ધ્યાને રાખ્યા વિના જીએસટી અધિકારીઓએ વેપારીએ ટેક્સ ચોરી કરવા માટે આવા ગતકડાં કર્યા હોવાનું માનીને હાલ તો હજજારો વેપારીઓને નોટીસ ફટકારી છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૦ દરમિયાનના ચાર વર્ષના કેસમાં વેપારીઓને નોટીસ મોકલવામાં આવતા વેપારીઓ હાલ તો દોડતા થઇ ગયા છે
૩ વર્ષ જૂના કેસ જ ખોલવાનો નિયમ અભરાઇએ
વેપારીઓને વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦ દરમિયાન બનાવવામાં આવેલી ઇ વેબિલની વિગતો રજુ કરવા માટે તાકીદ કરવામાં આવી છે જ્યારે આ ઇવેબિલની વિગતો હાલ તો વેપારીઓને પણ યાદ નહીં હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે તે વાતને આઠ વર્ષનો સમય વિતી ગયો છે. જ્યારે જીએસટીમાં પણ છેલ્લા ત્રણ જ વર્ષના કેસમાં કાર્યવાહ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હોવા છતાં આઠ વર્ષ જુના કેસમાં નોટીસ આપવાની કામગીરી કરવામાં આવી છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
