<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

સ્‍ટેજ પર દુલ્‍હનને ઉપાડીને ચઢવા ગયો તો બંને સ્‍ટેજ પર પડયા

વરરાજાની ‘હિરોગીરી' નીકળી ગઈ! સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ : ગ્રાન્‍ડ એન્‍ટ્રી કરવાના ચક્કરમાં વરરાજાની ફજેતી થઈ હતી. મહેમાનોની હાજરીમાં વર-કન્‍યા સ્‍ટેજ પર પડતા હાસ્‍યનું મોજું ફરી વળ્‍યું

નવી દિલ્‍હી,તા.૨૮: આજના સમયમાં લગ્નને યાદગાર બનાવવા માટે વર-કન્‍યા કંઈક અલગ કરવાનો પ્રયાસ કરતા હોય છે. સોશિયલ મીડિયાના યુગમાં 'ગ્રાન્‍ડ એન્‍ટ્રી'નો ક્રેઝ એટલો વધી ગયો છે કે ક્‍યારેક તે ભારે પડી જતો હોય છે. હાલમાં જ એક આવો જ કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં વરરાજાએ પોતાની પત્‍નીને તેડીને સ્‍ટેજ પર ચઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ અતિ ઉત્‍સાહમાં કંઈક એવું બન્‍યું કે, જેનો વીડિયો હવે ઈન્‍ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા શેરવાનીમાં સજ્જ છે અને દુલ્‍હને લાલ રંગનો ભારે લહેંગો પહેર્યો છે. વરમાળાની વિધિ પહેલાં વરરાજાએ નક્કી કર્યું કે, તે દુલ્‍હનને ઉપાડીને સ્‍ટેજ સુધી લઈ જશે. આ જોઈને ત્‍યાં હાજર રહેલા મહેમાનો ઉત્‍સાહમાં આવી ગયા અને તાળીઓ પાડવા લાગ્‍યા હતા. વરરાજા ખૂબ જ આત્‍મવિશ્વાસ સાથે દુલ્‍હનને તેડીને સીડીઓ ચઢવા લાગ્‍યા, પરંતુ થોડા જ સ્‍ટેપ ચઢતા જ તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું.જેવો વરરાજાએ સ્‍ટેજ પર પગ મૂક્‍યો, કે તરત જ દુલ્‍હનના ભારે લહેંગા અને પોતાના વજનને કારણે વરરાજાનો પગ લપસ્‍યો હતો. ક્ષણભરમાં જ બંને મહેમાનોની નજર સામે જ નીચે પટકાયા હતા. આ દ્રશ્‍ય જોઈને એક તરફ મહેમાનો ડરી ગયા, તો બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને પેટ પકડીને હસી રહ્યા છે.

જોકે, આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ વરરાજાની આ 'હિરોગીરી' તેમના માટે શરમજનક સાબિત થઈ હતી. આ વીડિયો ઈન્‍સ્‍ટાગ્રામ અને ટ્‍વિટર પર લાખો વખત જોવામાં આવ્‍યો છે. નેટીઝન્‍સ આ વીડિયો પર રમુજી કોમેન્‍ટ્‍સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્‍યું હતું કે,'ભાઈ, જીમ જવાની જરૂર હતી, જ્‍યારે બીજાએ લખ્‍યું હતું કે, ઓવરકોન્‍ફિડન્‍સ હંમેશા ભારે પડે છે.' ઘણા લોકોએ વરરાજાના પ્રયાસના વખાણ પણ કર્યા છે કે, તેણે કંઈક સ્‍પેશિયલ કરવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકોનું માનવું છે કે, દુલ્‍હને પહેરેલો હેવી એમ્‍બ્રોઈડરીવાળો લહેંગો ખૂબ વજનદાર હતો, જેના કારણે વરરાજા તેને સરખી રીતે સંભાળી શક્‍યા નહીં. સાથે જ ઘણા લોકો કહી રહ્યા છે કે, લગ્નના ખાસ દિવસે આવા જોખમી સ્‍ટંટ ન કરવા જોઈએ, કારણ કે તે ઘણીવાર જીવલેણ સાબિત થઈ શકે છે અથવા તો લગ્નની ખુશીમાં ભંગ પાડી શકે છે

(10:18 AM IST)