<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

અઢી વર્ષની માસૂમ બાળકી પર દુષ્‍કર્મ બાદ હત્‍યા કરનાર DMKના નેતાની ધરપકડ

તમિલનાડુમાં માનવતા શર્મસારઃ સત્તાધારી પક્ષના કાર્યકરની ધરપકડ બાદ તમિલનાડુમાં રાજકીય સંગ્રામ : આરોપી સામે હત્‍યા અને POCSO એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાયો

કૃષ્‍ણગિરિ  તા.૨૮: તમિલનાડુ ના કૃષ્‍ણગિરિ જિલ્‍લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્‍યાં માત્ર અઢી વર્ષની બાળકી હવસનો શિકાર બની છે. શાસક પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ની યુવા પાંખના એક કાર્યકરે માસૂમ બાળકી પર દુષ્‍કર્મ ગુજારી તેની નિર્મમ હત્‍યા (Murder) કરી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની વિગત મુજબ આરોપીએ તેના લિવ-ઇન પાર્ટનરની અઢી વર્ષની પુત્રીને નિશાન બનાવી હતી. ડિસેમ્‍બર માસમાં બાળકીની તબિયત લથડતા તેને હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી, જ્‍યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જોકે, બાળકીના સગા પિતાને મૃત્‍યુ પાછળ કોઈ અજુગતું કારણ હોવાની શંકા જતાં તેમણે પોલીસ તપાસની માંગ કરી હતી. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ માં બાળકીના શરીર પર ગંભીર આંતરિક ઇજાઓ જોવા મળી હતી, જે જાતીય હુમલો થયો હોવાની પુષ્ટિ કરતી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્‍યા અનુસાર, આરોપીએ પોલીસ સમક્ષ બાળકી પર જાતીય હુમલો કર્યાની કબૂલાત કરી છે. જેના કારણે તેની સામે પ્રોટેક્‍શન ઓફ ચિલ્‍ડ્રન ફ્રોમ સેક્‍સ્‍યુઅલ ઓફેન્‍સિસ (POCSO) એક્‍ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ આરોપી વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી રહી છે અને વધુ તપાસ માટે ફોરેન્‍સિક રિપોર્ટ ની રાહ જોવામાં આવી રહી છે.

આ ઘટનાએ સમગ્ર તમિલનાડુમાં રોષ જગાવ્‍યો છે. તમિલગા વેત્રી કઝગમ ના મહાસચિવ આધવ અર્જુને શાસક DMK સરકારની કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ પર આકરા સવાલો ઉઠાવ્‍યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રાજ્‍યમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. બીજી તરફ, સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈ ઝડપી તપાસ અને ફાસ્‍ટ-ટ્રેક ટ્રાયલ દ્વારા કડક સજાની ખાતરી આપી છે.

(10:34 AM IST)