<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

સોનામાં ૭૦૦૦-ચાંદીમાં ૨૧૦૦૦ રૂા.નો ઉછાળો

અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધના પગલે ભાવ રોકેટ ગતીએ ઉછાળો : હાજરમાં સોનુ ૧૦ ગ્રામના ભાવ વધીને ૧,૭૧,૦૦૦ અને ચાંદીના ભાવ ર,૯૦,૦૦૦ રૂા. થયા : ચાલુ સપ્તાહમાં સોનામાં ૧૦ ગ્રામ ૧૩,૦૦૦ અને ચાંદીમાં ૩૮,૦૦૦ રૂા. વધી ગયા

રાજકોટ, તા., ૨૮ : બુલીયન માર્કેટમાં મોડી રાત્રે ફરી તેજી જોવા મળી હતી. સોનામાં ૩૦૦૦ રૂા. અને ચાંદીમાં ૮૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયા બાદ  અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધ શરૂ થતા બપોરે સોનામાં વધુ ૪૦૦૦ અને ચાંદીમાં ૧૩,૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનામાં કુલ ૭,૦૦૦ અને ચાંદીમાં ૨૧,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં મોડી રાત્રે સોનામાં ૩૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૬૪,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૬૭,૦૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૩૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૬,૪૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૬,૭૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

આજે બપોરે અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધ ફાટી નિકળતા સોનામાં વધુ ૪૦૦૦  રૂા.નો ઉછાળો થયો હતો. બપોરે ર.૦૦ વાગ્‍યે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૭,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૭૧,૦૦૦ રૂા. થઇ ગયા છે. ગઇકાલ સાંજથી આજ બપોર સુધીમાં સોનામાં ૭,૦૦૦ રૂા. વધી ગયા છે.

સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો તરખાટ જોવા મળ્‍યો હતો. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં મોડી રાત્રે ચાંદીમાં ૮,૦૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૭૪,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૮૨,૦૦૦ રૂા. થયા હતા. બપોર બાદ યુધ્‍ધના અહેવાલને પગલે ચાંદીમાં વધુ ૧૩,૦૦૦ રૂા.નો ભાવવધારો થતા બપોરે ર.૩૦ વાગ્‍યે ચાંદી ૧ કિલોના ભાવ ર,૮ર,૦૦૦ હતા તે  વધીને  ર,૯૫,૦૦૦ રૂા. થઇ ગયા છે.

ચાલુ સપ્તાહમાં સોનામાં ૧૦ ગ્રામે ૧૩,૦૦૦ અને ચાંદીમાં ૩૮,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધના પગલે સોના-ચાંદીના ભાવ હજુ પણ વધશે તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું. 

(2:37 PM IST)