હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદ પાસે કાયદો ઘડવાનો અબાધિત અધિકારઃ સર્વોચ્ચ અદાલત
BNSની કલમ ૧૫૨ની કાયદેસરતા પડકારતા એક કેસમાં સુપ્રીમનું નિરીક્ષણ

નવી દિલ્હી તા.૨૮: સંસદ પાસે કાયદો ઘડવાનો અબાધિત વિશેષાધિકાર હોવાનું જણાવતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા અદાલત સમક્ષ અપાયેલી બાંયધરીને માનવા સંસદ બંધાયેલી નથી. દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને લગતી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૫૨ની કાયદેસરતાને પડકારતા એક કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત તથા જાસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે ઉપરોક્ત નિરીક્ષણ રજૂ કર્યું હતું. અરજદાર તરફથી ઉપસ્થિત રહેલાં એક વકીલે અદાલતને જણાવ્યું હતું કે, સેક્શન ૧૫૨ દ્વારા અગાઉના ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૪એ (રાજદ્રોહ)ને ફરીથી લાગુ કરાઈ છે.
અગાઉ મે, ૨૦૨૨માં સર્વોચ્ચ અદાલતની ત્રણ જજની બેન્ચે, જ્યાં સુધી યોગ્ય સરકારી તંત્ર તેની પુનઃ ચકાસણી ના કરી લે ત્યાં સુધી રાજદ્રોહ અંગેના બ્રિટિશ શાસન વખતના દંડાત્મક કાયદાનો અમલ અટકાવી દઈ કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેની હેઠળ કોઈ નવી એફઆઈઆર નહીં નોંધવા નિર્દેશ આપ્યો હતો. શુક્રવારે આ કેસની સુનાવણી દરમિયાન વકીલે અદાલતને જણાવ્યું હતું કે, ૨૦૨૨માં કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને બાંયધરી આપી હતી કે તેઓ રાજદ્રોહના કાયદાની સમીક્ષા કરશે. તેમણે દલીલ કરી હતી કે, અદાલત સમક્ષ બાંયધરી આપ્યાં બાદ સરકાર બીએનએસમાં આ જોગવાઈ પુનઃ રજૂ ના કરી શકે. જોકે બેન્ચે જણાવ્યું હતું કે, ભારત સરકારે કોર્ટ સમક્ષ બાંયધરી ભલે આપી હોય પરંતુ સંસદ તેનાથી બંધાયેલી નથી. આ સાથે જ બેન્ચે ઉમેર્યું હતું કે, સંસદ પાસે કાયદો ઘડવાનો અબાધિત અધિકાર છે. આ કેસની આગામી સુનાવણી હોળી વેકેશન બાદ હાથ ધરાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
