હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૩ માર્ચના રોજ ૨૧ની સદીનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ
૬ મિનિટ ૨૨ સેકન્ડ થશે અંધકારમય... સૂતક કાળ લાગશે

નવી દિલ્હી, તા.૨૮: હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, પરંતુ વર્ષ ૨૦૨૬ માં આ ઉત્સાહ વચ્ચે જ્યોતિષીય ગણતરીઓએ થોડી અસમંજસ ઊભી કરી છે. સામાન્ય રીતે હોળિકા દહન પછીના દિવસે ધુળેટી રમાતી હોય છે, પરંતુ આ વખતે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના તહેવાર સાથે ટકરાઈ રહ્યું છે. ૩ માર્ચ ૨૦૨૬ ના રોજ ચંદ્રગ્રહણ હોવાને કારણે સૂતક કાળ લાગશે, જેને પગલે પરંપરાગત ઉજવણીના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી રહી છે.
જાણો કયારે થશે હોળિકા દહન અને કયારે ઉજવાશે ધૂળેટી?
પંચાંગ મુજબ, હોળિકા દહન ૨ માર્ચ ૨૦૨૬ ની રાત્રે કરવામાં આવશે. જોકે, તેના બીજા જ દિવસે એટલે કે ૩ માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ સૂતક કાળ માન્ય રહેશે. સૂતક કાળમાં પૂજા-પાઠ અને રંગો રમવાની મનાઈ હોવાથી જ્યોતિષીઓ ૪ માર્ચના રોજ ધુળેટી મનાવવાની સલાહ આપી રહ્યા છે. આમ, ભક્તોએ આ વખતે હોળિકા દહન બાદ એક દિવસની રાહ જોવી પડશે અને ત્યાર બાદ જ રંગોત્સવની મજા માણી શકાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
