હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કતારથી લઇને અબુધાબી, કુવૈત, રીયાધ સુધી ૭ દેશોમાં ઇરાને વરસાવી મિસાઇલોઃ અમેરિકી લશ્કરી મથકો નિશાના ઉપરઃ મથકો ધણધણી ઉઠયા : બહેરીનમાં અફડાતફડી

તહેરાનઃ ઇરાને અમેરિકા ઉપર પલટવાર કર્યો છેઃ કતારથી લઇને અબુધાબી કુલ ૭ દેશોમાં આવેલા અમેરિકી લશ્કરી મથકોને નિશાના ઉપર લઇ મિસાઇલો છોડી છેઃ આ હુમલા બાદ અખાતના દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છેઃ યુએઇ અને બહેરીન પણ ધણધણી ઉઠયા છે.
બહેરીન/તેહરાન : મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભભૂકી ઉઠી છે. આજે સવારે ઈરાન દ્વારા કરવામાં આવેલા ભયાનક મિસાઈલ હુમલામાં બહેરીનમાં આવેલા અમેરિકી નૌસેનાના ઠેકાણાઓ પર અનેક બેલેસ્ટિક મિસાઈલો ખાબકી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
બહેરીનમાં વિસ્ફોટો : બહેરીનની રાજધાની મનામામાં જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાયા છે અને આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. બહેરીનના ગૃહ મંત્રાલયે હવાઈ હુમલાના સાયરન વગાડી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે.
ઈરાનનો વળતો પ્રહાર : અગાઉ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા તેહરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં ઈરાને આ કાર્યવાહી કરી હોવાનું મનાય છે. ઈરાની વાયુસેના અને એર ડિફેન્સ સિસ્ટમ હાઈ એલર્ટ પર છે.
ઈઝરાયેલમાં સ્થિતિ : તેલ અવીવ સહિત ઈઝરાયેલના ઉત્તરી અને દક્ષિણી ભાગોમાં પણ મિસાઈલ હુમલાના કારણે ધુમાડાના ગોટા અને વિસ્ફોટોના અહેવાલ છે. ઈઝરાયેલમાં હાલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
અમેરિકી સૈન્યની હિલચાલ : અમેરિકાએ તેના પાંચમા કાફલાના જહાજોને બહેરીનના બંદરેથી પહેલેથી જ ખુલ્લા સમુદ્રમાં ખસેડી લીધા હતા, પરંતુ જમીન પરના સૈન્ય મથકોને ભારે નુકસાન થયું હોવાની આશંકા છે.
આ હુમલા બાદ ગલ્ફ દેશોમાં સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે અને વિશ્વભરની નજર હવે અમેરિકાના આગામી પગલા પર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
