ખામનેઈ સરેન્ડર કરે અથવા અંજામ ભોગવવા તૈયાર રહે
ઈરાન પર હુમલા બાદ ટ્રમ્પની ગર્જનાઃ ઈરાનની મિસાઈલોનો ખડૂસલો કરવામાં આવશે

તહેરાન, તા.૨૮: ઈરાન પર અમેરિકાના હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. હુમલાના તુરંત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન પાસે હવે માત્ર બે જ વિકલ્પો બચ્યા છે કાં તો ખામેનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારવી પડશે અથવા તો નિヘતિ મળત્યુનો સામનો કરવો પડશે.ૅ ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે તેઓ ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શક્તિ બનવા દેશે નહીં અને આ હુમલો એ વાતની સાબિતી છે કે અમેરિકા હવે માત્ર પ્રતિબંધો સુધી મર્યાદિત રહેવા માંગતું નથી.
ટ્રમ્પે ઈરાની શાસનને ખૂબ જ કઠોર અને ખતરનાક જૂથ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે અમેરિકા ઈરાનને કયારેય પરમાણુ શષાો મેળવવા દેશે નહીં. તેમના મતે, ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો છે અને લાંબા અંતરની મિસાઈલો વિકસાવી રહ્યું છે, જે અમેરિકા અને તેના સાથીઓ માટે ગંભીર ખતરો છે.
ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું, અમે તેમની મિસાઇલોનો નાશ કરીશું અને તેમના મિસાઇલ ઉદ્યોગને જમીન પર ફેંકી દઈશું. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા ઈરાનની નૌકાદળને સંપૂર્ણપણે નાશ કરશે અને ખાતરી કરશે કે તેહરાન પરમાણુ શષાો મેળવી ન શકે. તેમણે ઈરાની સૈન્યને શરણાગતિ સ્વીકારવાનું આહ્વાન કર્યું.
જોકે, ટ્રમ્પે તેમના નિવેદનમાં સ્પષ્ટતા કરી નથી કે શું આ હુમલાઓ ઇઝરાયલ સાથે સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યા છે. એક યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે ઈરાન સામે કાર્યવાહી હવા અને સમુદ્ર બંને રીતે કરવામાં આવી રહી છે. તાજેતરના અઠવાડિયામાં, યુએસએ મધ્ય પૂર્વમાં તેના લશ્કરી સંસાધનોનો નોંધપાત્ર જથ્થો તૈનાત કર્યો છે, જેને ટ્રમ્પે વિશાળ નૌકાદળ તરીકે વર્ણવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
